શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 એપ્રિલ 2014 (11:19 IST)

મુકેશ અંબાણીની પુત્રી ઈશાએ મૈકિંજી જોઈન કર્યુ, RILમાં એંટ્રીની તૈયારી !!

દેશના સૌથી મોટા શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીની એકની એક પુત્રી ઈશા અંબાણીએ અમેરિકામાં મૈકિંજી એક કંસલ્ટેટ તરીકે જોઈન કર્યુ છે. તેની ચોખવટ કરતા સૂત્રોએ જણાવ્યુ કે આ ગ્લોબલ કંસલ્ટિંગ ફર્મની સાથે ઈશા રિલાયંસ ગ્રુપમાં થોડા સમય બાદ એંટી કરશે એની તૈયારી કહી શકાય છે.  રિલાયંસ ગ્રુપે આ વિશે પૂછવામાં આવેલ પ્રશ્નનો જવાબ નથી આપ્યો. 
 
સૂત્રેઓએ જણાવ્યુ કે 22 વર્ષીય ઈશા પોતાના પિતાના બિઝનેસમાં ખૂબ રસ ધરાવે છે. એવુ કહેવાય છે કે તે રિલાયંસ ગ્રુપના ઈંવાયરમેંટ સાથે જોડાયેલા મુદ્દા પર પણ કામ કરતી આવી છે. ઈશાએ સાઈકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝ જેવા વિષયો સાથે 2013માં યેલ યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યુ હતુ. તે ગયા વર્ષે મુંબઈમાં રિલાયંસ ઈંડસ્ટ્રીઝ (આરઆઈએલ)ની 39મી એજીએમમાં પણ હતી અને પિતા સાથે જોવા મળી હતી.  તેના દ્વારા એવી અટકળો લાગી હતી કે અંબાણી ફેમિલીની નવી પેઢી ટૂંક સમયમાં જ કંપનીમાં જોડાય શકે છે.  
 
પિયાનો વગાડવાની શોખીન ઈશા 16 વર્ષની વયે ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેને ફોર્બ્સે દુનિયાની સૌથી યુવા અરબપતિ ઉત્તરાધિકારીઓની લિસ્ટમાં બીજા નંબરે મુકી હતી.  ઈશાના જોડિયા ભાઈ આકાશ અંબાણીએ અમેરિકામાં બ્રાઉન યૂનિવર્સિટીથી અંડર ગ્રેજ્યુએશન કર્યુ છે. તે પોતાના ફેમિલી બિઝનેસમાં ઈંટર્નશિપ માટે ગયા વર્ષે ભારત પરત આવ્યા હતા.  હવે તે ગ્રુપની ટેલિકોમ સાથે જોડાયેલ કંપની રિલાયંસ જિયોમાં નિર્ણય લાવનારી ટીમમાં સામેલ છે. તેનો નાનો ભાઈ અનંત અંબાણી અમેરિકામાં હાયર એજ્યુકેશન લઈ રહ્યો છે.