શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 23 ફેબ્રુઆરી 2015 (11:27 IST)

રેલ બજેટ ; પહેલીવાર 100થી ઓછી ટ્રેનોની થશે જાહેરાત

રેલવે ગંભીર નાણાકીય સંકટનો બોઝ ઉઠાવી રહી છે. આવામાં નાણાકીય વર્ષ 2015-16ના રેલ બજેટમાં નવી ટ્રેનોની જાહેરાતનો આંકડો 100થી ઓછો રહેવાની શક્યતા છે. આ સામાન્ય રીતે દરેક વર્ષે થનારી જાહેરાતોથી ઘણુ ઓછુ છે. રેલ મંત્રી સુરેશ પ્રભુને સુધાર સમર્થક માનવામાં આવે છે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે પ્રભુ રેલ બજેટમાં અનેક રાજ્યોની માંગ છતા વધુ નવી ટ્રેનોની જાહેરાત નહી કરે. કારણ કે કોષની કમીથી રેલવેનું ઘણુ કામ વર્ષોથી અટકેલુ છે. સામાન્ય રીતે રેલ બજેટમાં દરે વર્ષે 150થી 180 નવી ટ્રેનોની જાહેરાત થાય છે. ગયા વર્ષે જ લગભગ 160 નવી ટ્રેનોની જાહેરાત થઈ હતી. 
 
સૂત્રો મુજબ પ્રભુ આ બાબતે અલગ વલણ અપનાવી શકે છે અને શક્યત પોતાના પ્રથમ રેલ બજેટ ભાષણમાં વધુ નવી ટ્રેનોની જાહેરાત નહી કરે. જો કે વર્ષ દરમિયાન આગળ જઈને તેઓ આવુ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યુ કે રેલ બજેટમાં વધુ નવી ટ્રેનોની જાહેરાત ન કરવાનુ લાભ નુકશાનનુ આકલન કર્યા પછી હવે સંશોધિત પ્રસ્તાવને આગળ વધારવામાં આવ્યો છે. જેમા ખૂબ જ સીમિત સંખ્યામાં નવી ટ્રેનોની જાહેરાત થશે. આ ઉપરાંત વધુ ભંડોળ એકત્ર કરવા કેટલી ટ્રેનોની બ્રાંડિગ પણ કરી શકાય છે. 
 
પ્રસ્તાવ મુજબ આ ટ્રેનો પર કેટલાક લોકપ્રિય બ્રાંડોની જાહેરાત લાગશે. જેનુ નમ પણ કોકા કોલા એક્સપ્રેસ કે હલ્દીરામ એક્સપ્રેસ વગેરે કરી શકાય છે. આ ઉપરાત રેલ બજેટમાં કેટલાક લોકપ્રિય માર્ગો પર બીજી શ્રેણીના કોચો સાથે કેટલીક બિનઅનામત ટ્રેનો જેવી જન સાધારણ એક્સપ્રેસ વગેરેની જાહેરાત થઈ શકે છે. સામાન્ય માણસને સસ્તી યાત્રા માટે આ પ્રસ્તાવને આગળ વધારી શકાય છે. રેલ બજેટ સંસદમાં 26 ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવશે. 
 
રેલ બજેટ 2015-16માં લગભગ 20 ટ્રેનોના સેટના અધિગ્રહણનો પણ પ્રસ્તાવ કરવાની શક્યતા છે. આ ટ્રેનો લોકપ્રિય રાજધાની અને શતાબ્દીના માર્ગો પર ચલાવાશે. બિહારમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ત્યા માટે ટ્રેનોની જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત પૂર્વોત્તર માટે પણ નવી ટ્રેનોની જાહેરાત થઈ શકે છે. એવુ કહેવાય રહ્યુ છે કે ઉત્તર પ્રદેશ, ઓડિશા, બંગાલ અને ગુજરાત જેવા રાજ્યો માટે નવી ટ્રેનોની જાહેરાત સાથે ક્ષેત્રીય સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.  રેલ બજેટમાં સાર્વજનિક વ્યક્તિગત ભાગીદારી (પીપીપી) ના હેઠળ વ્યસ્ત સ્ટેશનોના પુન: વિકાસનો પણ પ્રસ્તાવ કરી શકાય છે.