શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 14 મે 2015 (10:55 IST)

રેલવે ટિકિટ કન્ફર્મ ન થઈ તો કરો હવાઈ યાત્રા

યાત્રા જરૂરી છે. પણ ટ્રેનમાં અનામત સીટની ટિકિટ કન્ફર્મ નથી થઈ. આવી સ્થિતિમાં પરેશાન થવાની જરૂર નથી. કારણ કે તમને હવાઈ જહાજની ટિકિટ મળી શકે છે. એ પણ ઈકોનોમી ચાર્જ પર. તેથી તમારી યાત્રા સ્થગિત કરતા પહેલા એકવાર હવાઈ યાત્રાના વિકલ્પ પર પણ વિચારી શકે છે.   જો કે આ સુવિદ્યા હજુ સીમિત રૂટ અને સીમિત કંપનીઓના હવાઈ જહાજમાં જ ઉપલબ્ધ છે.  આ સેવાનો લાભ ઉઠાવવા માટે કેટલીક શરતો પણ છે. ઈ-ટિકિટ બુકિંગની સુવિદ્યા આપનારી ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમ(આઈઆરસીટીસી)ની વેબસાઈટ પર મુસાફરો માટે હવાઈ યાત્રા વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની યોજના શરૂ કરવામાં આવી છે.  
 
જેના હેઠળ એવા મુસાફરોનેને છેલ્લા સમયે પણ રાહત દર પર હવાઈ યાત્રાની ટિકિટ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.  ત્રણ દિવસ પહેલાની હોવી જોઈએ ઈ-ટિકિટ. આ સુવિદ્યાનો લાભ ઉઠાવવા માટે જરૂરી છેકે રેલ ઈ-ટિકિટની તારીખ ઓછામાં ઓછી ત્રણ દિવસ પહેલાની હોય. આ સાથે જ એ ચાર્ટ તૈયાર થતા સુધી કંફર્મ ન થઈ  હોય. 
 
અલગથી ખરીદવી પડશે ટિકિટ - ટિકિટ કંફર્મ ન થવાની સ્થિતિમાં આઈઆરસીટીસી તરફથી મુસાફરને ઈમેલ મોકલવામાં આવશે. આ ઈમેલમાં બતાવવામાં આવશે કે તે ફ્લાઈટની ટિકિટ બુક કરાવી શકે છે. ત્યારબાદ યાત્રાને આઈઆરસીટીસીની વેબસાઈટ જઈને લૉગઈન કરવુ પડશે અને ટ્રેન ટિકિટ યાદી દ્વારા પેસેંજરનુ નામ પસંદ કરવુ પડશે.  ત્યારબાદ ફ્લાઈટ સર્ચ પર ક્લિક કરવુ પડશે. 
 
હાલ કેટલાક રૂટો પર જ સુવિદ્યા - આ સુવિદ્યા બધા રૂટ પર ઉપલબ્ધ નથી. આઈઆરસીટીસીના પ્રવક્તા સંદીપ દત્તાનુ કહેવુ છે કે દિલ્હી-મુંબઈ, દિલ્હી-કલકત્તા, દિલ્હી-બેંગલુરૂ જેવા રૂટ પર આ સુવિદ્યા મળી રહેશે.  જેને માટે હાલ ગો-એયર અને સ્પાઈસ જેટ  સાથે કરાર થયો છે.   મુસાફર જે રૂટ પર યાત્રા કરવા માંગે છે. જો ત્યા માટે ફ્લાઈટ હશે તો તે એ દિવસે કે પછી બીઝા દિવસની ટિકિટ બુક કરાવી શકે છે. 
 
ફ્લાઈટ છૂટવા પર પૈસા પરત નહી - આ સુવિદ્યાનો લાભ ઉઠાવનારા મુસાફરોને હવાઈ ટિકિટ માટે પુરી ચુકવણી કરવી પડશે. આ માટે ટ્રેન બુકિંગના રિફંડના પૈસા નહી કાપી શકાય કે ન તો એ હવાઈ ટિકિટ ખરીદવામાં ઉમેરાશે. તેથી હવાઈ ટિકિટ ખરીદવા માટે જુદા પૈસાની વ્યવસ્થા કરવી પડશે. એ પણ ધ્યાન રાખવુ જરૂરી છે કે રેલવે ચાર્ટ ટ્રેન ઉપડવાના બે થી ત્રણ કલાક પહેલા તૈયાર થાય છે. તેથી ટિકિટ કંન્ફર્મ થયુ કે નહી તેની માહિતી પણ છેલ્લા સમયમાં જ થાય છે. બીજી બાજુ ફ્લાઈટ પકડવામાં જો ચૂકી ગયા તો પૈસા પરત નહી મળે.