શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 9 સપ્ટેમ્બર 2015 (17:56 IST)

સુરતની 25 જેટલી પેઢીઓને ઝપટમાં લીધી

આવકવેરા વિભાગના લગભગ 300 જેટલા અધિકારીઓએ આજે સુરતની 25 જેટલી પેઢીઓને ઝપટમાં લીધી છે અને આજે સવારથી કાર્યવાહી શ કરી છે. સુરતમાં ટેકસ્ટાઈલ, ડાયમંડ, કોમોડિટી અને સ્ટોક ક્ષેત્રે કાર્યરત આ 25 જેટલી કંપ્નીના ડાયરેકટરો અને અન્યોને ત્યાં સામૂહિક રીતે તપાસ શ થતાં સનસનાટી મચી ગઈ છે. ડાયરેકટરોના નિવાસસ્થાન અને આફિસો પર પોલીસ બંદોબસ્તને સાથે રાખીને તપાસ શ કરવામાં આવી છે.
 
આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર કેપિટલ ગેઈન ટેકસની ચોરીના મુદ્દા અગાઉ નોટિસ ફટકાયર્િ બાદ આજે આ કાર્યવાહી શ કરવામાં આવી છે. આ કંપ્નીએ કેપિટલ ગેઈન ટેકસની ચોરી કરીને સરકારને મોટું નુકસાન પહોંચાડયું છે. અગાઉ જુદા જુદા ક્ષેત્રે કાર્યરત આ 25 જેટલી નાની અને મધ્યમ કંપ્નીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને આજે સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે સુરતના સ્થાનિક અધિકારીઓ ઉપરાંત અમદાવાદ અને વડોદરાથી ત્રણ અધિકારીઓને એકત્ર કરવામાં આવ્યા હતા અને લગભગ 300 જેટલા અધિકારીઓએ આ સામૂહિક ધોરણે દરોડાની કાર્યવાહી શ કરી છે. સુરતમાં આવકવેરા વિભાગે દરોડા પાડયા હોવાની માહિતી મળતાં જ સોપો પડી ગયો હતો. કેપિટલ ગેઈન ટેકસનો મુદ્દો સુરત જ નહીં પરંતુ અન્ય શહેરોને પણ લાગુ પડી શકે તેમ છે અને આવનારા દિવસોમાં અન્ય શહેરોમાં પણ આ મુદ્દે તપાસ કરવામાં આવે તેવી સંભાવના છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.