આરોગ્ય સલાહ : રોજ દહીનું સેવન કરો અને પેટની બીમારીઓથી બચો

વેબ દુનિયા|

P.R
દહીં વિષે કહેવાય છે કે તેમાં કેટલાંક એવા તત્વો હોય છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. માટે આયુર્વેદના જાણકારો દરરોજ દહીંનું સેવન કરવાની સલાહ આપે છે. અરે, એવું પણ કહેવાય છે કે દૂધ કરતા દહીં અનેકગણું ફાયદાકારક હોય છે.

આમ તો દહીંના અનેક ફાયદા છે, પણ અહીં કેટલાંક એવા ખાસ ફાયદાની નોંધ કરવામાં આવી છે જે તે તમારી ત્વચાને નિખારવામાં મદદ કરશે.

- આયુર્વેદ અનુસાર દરરોજ દહીંના સેવનથી શરીરની બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધે છે.
- દહીંમાં અજમો નાંખીને પીવાથી કબજિયાતની ફરિયાદ દૂર થાય છે.
- ગરમીની ઋતુમાં દહીંની છાશ કે લસ્સી પીવાથી પેટની ગરમી શાંત થાય છે.- છાશ પીને બહાર નીકળતા લૂ લાગવાની સમસ્યામાંથી રાહત મળે છે.
- દહીં પાચન ક્ષમતા વધારે છે કારણ કે દહીમાં કેલ્શિયમનું પ્રમાણ ઘણું વધારે હોય છે.
- દરરોજ દહીં ખાવાથી પેટની અનેક બીમારીઓ દૂર થાય છે.
- આ સિવાય દહીંનું રોજ સેવન કરવાથી શરદી અને શ્વાસની નળીમાં થતાં ઇન્ફેક્શનથી બચાવ થાય છે.
- અલ્સર જેવી બીમારીમાં જો દહીંનું સેવન કરવામાં આવે તો વિશેષ લાભ મળે છે. મોઢામાં ચાંદી પડી હોય ત્યારે દહીંના કોગળા કરવાથી રાહત મળે છે.- દહીંમાં મીઠું, શેકેલું જીરું, ફુદીનો મિક્સ કરવાથી પાચનક્રિયા સુધરે છે અને ભૂખ ખુલે છે.


આ પણ વાંચો :