સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

ઉપવાસ કેવી રીતે કરશો

N.D
- એક દિવસ અગાઉ સાંજે ભારે ખોરાકનો ત્યાગ કરો.

- ઉપવાસ કર્યો હોય તે દિવસે ફ્રુટ અને દૂધનો આહાર લો.

- ઉપવાસ દરમિયાન વધારે માત્રામાં પાણી પીવો. સાથે સાથે સવારે અને સાંજે ચાલવું જોઈએ જેથી કરીને વિજાતીય પદાર્થ પરસેવાની સાથે બહાર આવી જાય.

- વધારે નબળાઈ આવી જાય તો લીંબુ પાણી લઈ શકો છો. આનાથી આંતરડાની સફાઈ સારી રીતે થાય છે.

- ખાવાનું ખાઈને ઉપવાસ ન તોડવો કેમકે આંતરડાઓ પર વિશ્રામ પછી લોડ પડવાથી લાભની જગ્યાએ નુકશાન થાય છે.

- ઉપવાસ ફળના રસ અને સુપથી ખોલવો જોઈએ. બપોરે દલિયા કે ખીચડી ખાવી જોઈએ અને સાંજે મગની દાળ અને રોટલી ખાવી જોઈએ.

- ઉપવાસ જો વધારે દિવસનો હોય(પાંચ, સાત) તો પહેલા દિવસે ફળનો જ્યુસ, બીજા દિવસે મગનું પાણી અને ત્રીજા દિવસે દલિયા તે પ્રમાણે આહાર લેવો જોઈએ.

- ઉપવાસ શારીરિક ક્ષમતા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. શરીરને વધારે કષ્ટ આપીને ઉપવાસ કરવાથી નુકશાન થાય છે.