1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

તનાવગ્રસ્ત મહિલાઓ બાળકીઓને વધુ જન્મ આપે છે

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં ધડાકો કરવામાં આવ્યો છે કે હંમેશા સ્ટ્રેસ અથવા તો દબાણની સ્થિતિમાં રહેતી મહિલાઓ મોટાભાગે બાળકીઓને જન્મ આપે છે. જો કે આ અભ્યાસનાં તારણ માટે કોઈ નક્કર કારણો આપવામાં આવ્યા નથી. પરંતુ આ અભ્યાસનાં તારણને લઈને વધુ અભ્યાસનો દોર શરૂ થયો છે. તેના પ્રકારનાં પ્રથમ અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે, સ્ટ્રેસહાર્મોન કોર્ટીસોલનાં ઉંચા પ્રમાણના લીધે બાળકી અથવા તો બાળકનાં જન્મ સાથે સીધો સંબંધ રહેલો છે. કોર્ટીસોલના ઉંચા પ્રમાણનાં કારણે પુત્રની સરખામણીમાં પુત્રીઓનો જન્મ વધારે થાય છે. સ્ટ્રેસની સ્થિતિમાં સગર્ભા મહિલાઓએ જે બાળકોને જન્મ આપ્યા છે તે પૈકી મોટાભાગની મહિલાઓએ બાળકીને જન્મ આપ્યો હતો.

આશરે 338 જેટલી મહિલાઓએ જે બાળકોને જન્મ આપ્યા છે તે પૈકી મોટાભાગની મહિલાઓએ બાળકીને જન્મ આપ્યો હતો. આશરે 338 જેટલે મહિલાઓને આવરી લઈને આ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંપબ્લિક હેલ્થ વિભાગ તરફની એક ટીમ દ્વારા આ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા જાણવા મળ્યુ કે હાઈએસ્ટ કોર્ટીસોલનું પ્રમાણ ધરાવતી મહિલાઓએ 75 ટકા કેસમાં પુત્રીઓને જન્મ આપ્યો હતો ખૂબ ઓછા કિસ્સામાં પુત્રનો જન્મ થયો હતો. અભ્યાસનાં પરિણામ હવે કોર્લાંડોમાં એક અભ્યાસ દરમિયાન પ્રકાશિત કરવામાં આવશે. અગાઉ પણ આવા પ્રયોગ કરવામાં આવી ચૂક્યા છે. પરંતુ આ પ્રકારનું તારણ પ્રથમ વખત આવ્યુ છે. જેમાં જણાવાયું છે કે સ્ટ્રેસમાં રહેલી મહિલાઓ પુત્ર કરતાં પુત્રીઓને જન્મ વધુ આપે છે.