હેલ્થ કેર : શુ તમને પણ રજાના દિવસે મોડા સુધી ઊંઘવાની ટેવ છે ?

રજાના દિવસ મોડે સુધી ઊંઘતા રહેવું તમને ભારે પડી શકે છે, કારણ કે આના લીધે આગામી દિવસે એટલે કે સોમવારે(રવિવારે રજા હોય તે હિસાબે) તમને થાકનો અનુભવ થઇ શકે છે અને તમારા આખા દિવસનું કામ પ્રભાવિત થઇ શકે છે. આ તમે 'સોશિયલ જેટલેગ'થી પીડાતા હોવાનો પણ એક સંકેત છે. એક નવા અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે.

સંશોધકોનું કહેવું છે કે વીકેન્ડમાં મોડે સુધી ઊંઘવાથી લોકો સુસ્તી અનુભવે છે જેનો પ્રભાવ આગામી દિવસે એટલે કે સોમવારે તેમના કામ પર પડે છે. સાથે જ મોડે સુધી ઊંઘવાને લીધે સ્થૂળતા વધવાની સંભાવના રહે છે. આના લીધે બહુ ઝડપથી તમારી યાદશક્તિમાં ઘટાડાના રૂપમાં અસર દેખાવા લાગે છે.

શિકાગોની રશ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા અભ્યાસમાં માલુમ પડ્યું છે કે કઇ રીતે ઊંઘવાની આદતોમાં બદલાવ કરવાથી વ્યક્તિના વ્યવહારમાં પરિવર્તન આવી શકે છે.

65,000 પુરુષો અને મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં એ પણ માલુમ પડ્યું છે કે રજાના દિવસે ત્રણવાર કરતા વધુ ઊંઘવું સ્થૂળતાને આમંત્રણ આપે છે. અભ્યાસમાં માલુમ પડ્યું છે કે મોડે સુધી કામ કરવાની ટેવ ઊંઘવાની ટેવમાં પરિવર્તન લાવે છે અને આના લીધે સ્થૂળતા વધી શકે છે.


આ પણ વાંચો :