ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ડાયાબિટીસને કંટ્રોલ કરવાની 15 Tips

ડાયાબિટીસ મતલબ શુગરની બીમારી દુનિયાભરમાં ફેલાયેલી છે. દરેક 5માથી 4 લોકો આ બીમારીનો શિકાર થયા છે. બીજી બાજુ ભારતમાં તો આ બીમારી સૌથી મોટો ગઢ બનેલી છે.  જેનુ સૌથી મોટુ કારણ આપણી લાઈફસ્ટાઈલ છે. જો ખાવા પીવાની ટેવોને થોડી સુધારી લેવામાં આઅવે તો ખૂબ હદ સુધી આ બીમારીને કંટ્રોલ કરી શકાય છે. સૌથી જરૂરી વાત એ છેકે ખાલી પેટ સવારે સૌ પહેલા તમારુ શુગર લેવલ ચેક કરો અને રાત્રે સૂતી વખતે પણ તમારુ શુગર લેવલ ચેક કરી લો જેથી જેની મદદથી તમે એ પ્રકારનો ડાયેટ લઈ શકો. 

આગળ જાણો ડાયાબિટીસમાં કંઈ વાતોનુ રાખશો ધ્યાન 

ડાયાબિટીસમાં આ વાતોનુ રાખો ધ્યાન 
1. સોયા - ડાયાબિટીસને ઓછુ કરવા માટે સોયા જાદુઈ અસર બતાવે છે. તેમા રહેલ ઈસોફ્લાવોન્સ શુગર લેવલને ઓછુ કરીને શરીરને પોષણ પહોંચાડે છે. થોડી થોડી માત્રામાં આનુ સેવન કરો. 
 
2. ગ્રીન ટી - રોજ ખાંડ વગર ગ્રીન ટી પીવો કારણ કે તેમા એંટી ઓક્સીડેંટ હોય છે જે શરીરમાં ફ્રીરૈડિકલ્સ સાથે લડે છે અને બ્લડ શુગરનુ લેવલ મેંટેન કરે છે. 
 
3. કોફી - વધુ કૈફીન લેવાથી હ્રદય રોગની સમસ્યા થઈ શકે છે. પણ જો આ હદમાં રહીને કરવામાં આવે તો મોટા ભાગે આ બ્લડ શુગર લેવલને મેંટેન કરી શકે છે. 

4. જમવાનુ રાખો ખાસ ધ્યાન - થોડી થોડી વારે ખાવાનુ લેતા રહેવાથી હાઈપોગ્લાઈસેમિયા થવાની આશંકા વધી જાય છે. જેમા શુગર 70થી પણ ઓછુ થઈ જાય છે. દર અઢી કલાક પછી થોડી થોડી માત્રામાં ખાવાનુ ખાતા રહો. દિવસમાં 3 વાર ખાવાને બદલે થોડી-થોડી વારે 6-7 વાર ખાવ. 
 
5. વ્યાયામ - કસરત કરવાથી લોહીનુ ભ્રમણ યોગ્ય રહે છે. જેનાથી લોહીમાં ખાંડની માત્રા પણ કાબૂ રાખી શકાય છે. 
 
6. ગળી વસ્તુઓથી રહો દૂર - તમારે ખાંડ, ગોળ, મઘ, કોલ્ડ ડ્રિંક્સ વગેરે ઓછુ ખાવુ જોઈએ.  જેથી લોહીમાં શર્કરાનુ સ્તર એકદમ નિયંત્રણમાં રહે. વધુ ગળી વસ્તુઓ અને મીઠા પેય પદાર્થોનું સેવન ઈંસુલિનનુ લેવલ વધારી શકે છે. 

7. ફાઈબર - લોહીમાંથી  શુગરને શોષવામાં ફાઈબરનુ મહત્વપૂર્ણ યોગદાન હોય છે. તેથી તમારે ઘઉં, બ્રાઉન રાઈસ કે બીટ બ્રેડ વગેરે ખાવા જોઈએ. જેનાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહેશે. જેનાથી ડાયાબિટીસનુ રિસ્ક ઓછુ થશે. 
 
8. તાજા ફળ અને શાકભાજી - તાજા ફળમાં વિટામિન એ અને સી  હોય છે. જે લોહી અને હાડકાના સ્વાસ્થ્યને મેંટેન કરે છે. આ ઉપરાંત જિંક, પોટેશિયમ, આયરનનો પણ સારા પ્રમાણમાં મળી જાય છે. પાલક, કોબીજ, કારેલા, અરબી, દૂધી વગેરે ડાયાબિટીસમાં સ્વાસ્થ્ય વર્ધક હોય છે. આ કેલોરીમાં ઓછા અને વિટામિન સી, બીટા કૈરોટિન અને મેગનેશિયમમાં વધુ હોય છે. જેનાથી ડાયાબિટીસ ઠીક થાય છે. 
 
9. તજ - તજ શરીરના સોજાને ઘટાડે છે અને ઈંસુલિન લેવલને નિયંત્રિત કરે છે. તેને તમે ખાવાનુ, ચા કે પછી 
ગરમ પાણીમાં એક ચપટી તજ પાવડર મિક્સ કરીને પીવો. 

10. ટેશનથી રહો દૂર - ઑક્સીટોસિન અને સેરોટિન બંને નસોની કાર્યક્ષતા પર અસર કરે છે. તનાવ થતા 
એડ્રનલિનનો સ્ત્રાવ થાય છે ત્યારે આ ડિસ્ટર્બ થઈ જાય છે અને ડાયાબિટીસનુ સંકટ વધી જાય છે. 
 
11. ઉચ્ચ પ્રોટીન ડાયેટ - જે લોકો નૉન વેઝ ખાય છે તેમણે પોતાના ડાયેટમાં લાલ મીટ સામેલ કરવુ જોઈએ.  
ઉચ્ચ પ્રોટીન ડાયેટ ખાવાથી શરીરમાં તાકત બની રહે છે કારણ કે ડાયાબીટિસના રોગીઓને કાર્બોહાઈડ્રેટ અને હાઈ ફૈટથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે. 
 
12. ફાસ્ટ ફૂડ ન ખાશો - શરીરની ખરાબ હાલત ફક્ત જંક ફૂડ ખાવાથી જ થાય છે. તેમા પુષ્કળ મીઠુ હોવા ઉપરાંત ખાંડ અને કાર્બોહાઈડ્રેટ્સ તેલના રૂપમાં હોય છે.  આ બધુ તમારા બ્લડ શુગર લેવલને વધારે છે. 

13. ખૂબ પાણી પીવો - પાણી લોહીમાં વધેલી ખાંડને એકત્ર કરે છે. જે કારણે તમે 2.5 લીટર પાણી રોજ પીવુ જોઈએ. તેનાથી તમને ન તો ડાયાબિટીસ થશે કે ન તો હ્રદયરોગ. 
 
14. મીઠા પર રોક - મીઠાની યોગ્ય સીમા તમને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરશે. વધુ મીઠુ ખાવાથી શરીરમાં હાર્મોનલ ખરાબી ઉભી થાય છે. તેનાથી ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. 
 
15. સિરકા - લોહીમાં એકત્ર શુગરને સિરકા પોતાની સાથે ભેળવીને હલકુ કરી નાખે છે. અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે ભોજન કરતા પહેલા 2 ચમચી સિરકા લેવાથી ગ્લુકોઝનો ફ્લો ઓછો થઈ જશે.