બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (15:36 IST)

Cholesterol ની સમસ્યા છે તો આજે જ તમારા ડાયેટમાં સામેલ કરો આ 5 પ્રકારની ચા

Cholesterol tea
Cholesterol tea
- હાઈ કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે.
- જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો તમે તેને આસાન રીતે ઘટાડી શકો છો.
- વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે આ 5 ચા પીઓ
 
 Cholesterol: ચા અનેક લોકોની પસંદગીનુ પીણુ હોય છે. આ દુનિયાભરમાં પસંદ કરાતુ ડ્રિંક છે. પણ આપણી ત્યા તેને લઈને જુદી જ દિવાનગી છે. ચા અનેક લોકોની પસંદગીનુ પેય હોય છે.. આ દુનિયાભરના લોકોની પસંદગીનુ ડ્રિંક છે.  અનેક લોકોને તો ચા ની એવી ટેવ હોય છે કે તેમના દિવસની શરૂઆત ચા વગર  થતી જ નથી.  ચા ની ટેવ ને કારણે અનેક લોકો જરૂર કરતા વધુ ચા પીવે છે જે તેમના આરોગ્ય માટે હાનિકારક પણ થઈ શકે છે.  
 
પણ શુ તમે જાણો છો કે શોખ માટે પીવામાં આવનારી ચા તમારે માટે લાભકારી પણ સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કેટલીક એવી ચા છે જે કોલેસ્ટ્રોલની સમસ્યાં ઓછી કરવામાં સહાયક છે.  જો તમે પણ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન રહો છો તો આ 5 ચા ને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. 
 
મેથી ની ચા 
મેથીદાના હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. પોતાના આ અદ્દભૂત ગુણોને કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદગાર છે. બ્લડમાં કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવામાં પણ મેથી ની ચા ખૂબ જ ઉપયોગી છે.  ફાઈબરથી ભરપૂર મેથી દાણા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં ખૂબ ઉપયોગી છે. 
 
હળદરવાળી ચા 
પોતાના ઔષધિય ગુણો માટે જાણીતી હળદર કરક્યુમિનથી ભરપૂર હોય છે. જે એંટીઓક્સીડેંટનો એક મોટો સ્ત્રોત છે. હળદરની ચા પોતાના એંટી-ઈફ્લેમેટરી અને એંટીઓક્સીડેંટ ગુણો માટે પણ જાણીતી છે. આ આયુર્વેદિક ઔષધિ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવા અને દિલના આરોગ્યમાં સુધાર કરવામાં ખૂબ લાભકારી છે. 
 
હળદરવાળી ચા 
પોતાના ઔષધીય ગુણો માટે જાણીતી હળદર કરક્યુમિનથી ભરપૂર હોય છે, જે એંટીઓક્સીડેંટનો એક મોટો સ્ત્રોત છે. હળદરની ચા પોતાના એંટી-ઈફ્લેમેટરી અને એંટીઓક્સીડેંટ ગુણો માટે પણ ઓળખાય છે.  આ આયુર્વેદિક ઔષધિ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવા અને દિલના આરોગ્યમાં સુધાર કરવામાં ખૂબ લાભકારી છે. 
 
ગ્રીન ટી 
મોટાભગના લોકો ગ્રીન ટી ને વજન ઓછુ કરવા માટે પોતાના ડાયેટનો એક ભાગ બનાવે છે. જો કે વેટ કંટ્રોલ કરવાની સાથે જ આ કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર કરવામાં પણ સહાયક છે.  સીમિત માત્રામાં ગ્રીન ટી પીવાથી તમને બેડ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ કૈટેચિન સહિત જરૂરી એંટીઓક્સીડેટથી ભરપૂર છે. જે એલડીએલ (બૈડ) કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરવા અને એચડીએલ (ગુડ) કોલેસ્ટ્રોલના સ્તરને વધારવા માટે ખૂબ સારુ છે. 
 
આમળાની ચા 
જો તમે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છો તો આ માટે આમળાની ચા ખૂબ સારી છે. વિટામિન સી અને અન્ય એંટીઓક્સીડેંટથી ભરપૂર આમળા શરીરમાં વધી રહેલા કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરે છે અને હ્રદય સ્વાસ્થ્યમાં સુધાર કરે છે. 
 
આદુની ચા 
ઈમ્યુનિટી વધારવામાં કારગર આદુ પણ કોલેસ્ટ્રોલની સમસ્યામાં તમારે માટે ખૂબ કારગર સાબિત થશે. આદુમાં જિંજરોલ નામનુ એક કંપાઉંડ હોય છે. એ પાચન તંત્રમાં કોલેસ્ટ્રોલના અબ્જૉર્પ્શનને રોકે છે.