1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 6 ડિસેમ્બર 2023 (13:24 IST)

Weight Loss Tea - વરિયાળી અને જીરાના કોમ્બિનેશનથી વધતુ વજન થશે કંટ્રોલ, આ બીમારીઓ પણ થશે દૂર, બસ આ રીતે કરો ઉપયોગ

weight loss tea
weight loss tea
Weight Loss Tea  જાડાપણુ એક એવી બીમારી છે જેનાથી દેશની અડધી વસ્તી પરેશાન છે.  જો રિપોર્ટ્સનુ માનીએ તો આવનારા વર્ષમાં લગભગ 400 કરોડ લોકો જાડાપણા અને વધતા વજનની સમસ્યાથી પીડિત રહેશે.  તો તમે આના પરથી જ અંદાજ લગાવી લોકોએ ભવિષ્યમાં જાડાપણુ  કેવી રીતે એક મહામારીની જેમ ફેલવાની છે.  પોતાનુ વજન ઓછુ કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરે છે. જીમથી લઈને યોગ સુધી પણ કોઈ પોઝિટિવ પરિણામ મળતુ નથી.  જો તમે પણ જાડાપણાથી ગ્રસ્તિ છો  અને તમારુ વજન ઓછુ કરવા માંગો છો તો જીમ અને યોગ સાથે તમારા ડાયેટને પણ યોગ્ય બનાવો. સૌ પહેલા તમારી ડાયેટમાં વરિયાળી અને જીરાને સામેલ કરો. જો તમે યોગ્ય રીતે તેનો ઉપયોગ કર્યો તો રસોડામાં મળતા આ બે મસાલા ખૂબ ઝડપથી તમારુ વધતુ વજન ઓછુ કરી શકે છે. 
 
આમ તો જીરાનુ સેવન કરવાથી પણ વજન ઓછુ થઈ શકે છે. પણ જો તમે આ સાથે વરિયાળીનો પણ ઉપયોગ કર્યો તો તમારુ વજન ઝડપથી ઓછુ થશે. ઔષધીય ગુણોથી ભરપૂર વરિયાળી અને જીરામાં વિટામિન, પ્રોટીન અને ફાઈબર જ ઓવા મળ એછે. આ બંને મસાલાથી બનેલી ચા અનેક મિનરલ્સ અને એંટીઓક્સીડેંટ્સથી ભરપૂર હોય છે.  સવારે ખાલી પેટ વરિયાળી-જીરાની ચા પીવાથી બોડીમાંથી ટૉક્સિન્સ બહાર નીકળી જાય છે. આ ચા જાડાપણાને ઘટાડવા ઉપરાંત બીજી પણ અનેક બીમારીઓને દૂર કરે છે. ચાલો તમને બતાવીએ કે જીરુ અને વરિયાળીની ચા કેવી રીતે બનાવવી. 
 
વજન ઘટાડવામાં અસરદાર 
વજન વધવાથી તમારુ મેટાબોલિજ્મ નબળુ થઈ જાય છે અને સ્લો કામ કરે છે.  વરિયાળી અને જીરાનુ સેવન કરવાથી તમારુ મેટાબોલિજ્મ સારુ રહે છે અને વજન ઓછુ કરવામાં મદદ મળે છે. આ ચા પીવાથી ઝડપથી ફૈટ બર્ન થાય છે. આ ભૂખને કંટ્રોલ કરવામાં પણ કારગર છે. સવારે ખાલી પેટ વરિયાળી અને જીરાની ચા જો રોજ પીવામાં આવે તો જાડાપણાની પરેશાની દૂર થઈ શકે છે. 
 
આ સમસ્યાઓમાં પણ છે કારગર 
પાચન કરે યોગ્ય - વરિયાળી એક સારુ પાચક છે. તેથી જમ્યા પછી વરિયાળીનુ સેવન કરવામાં આવે છે. પણ જો તમે વરિયાળી અને જીરાની ચા પીવો છો તો તમારો હાજમો ક્યારેય ખરાબ જ નહી થાય. પેટ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓમાં પણ વરિયાળી અને જીરાની આ ચા થી ફાયદો થઈ શકે છે. 
 
લોહીનુ પરિભ્રમણ કરે સારુ - વરિયાળી અને જીરુ બોડીને ડિટૉક્સીફાઈ કરે છે. સાથે જ ચા માં રહેલ પોષક તત્વ બ્લડ સર્કુલેશનને સારુ કરવામાં મદદ કરે છે. આ શરીરમાંથી યૂરિક એસિડને બહાર કરી નાખે છે. વરિયાળી અને જીરુ નવા સેલ્સના પ્રોડક્શનમાં પણ મદદ કરે છે. 
 
આ રીતે બનાવો વરિયાળી અને જીરાની ચા  
વરિયાળી અને જીરાની ચા બનાવવા માટે અડધો ચમચી વરિયાળી અને અડધી ચમચી જીરુ લઈને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળો. હવે સવારે આ પાણીને વરિયાળી અને જીરા સાથે ઉકાળવા માટે મુકી દો. જ્યારે આ સારી રીતે ઉકળી જાય ત્યારે તેમા થોડુ મધ અને થોડો લીંબુનો રસ મિક્સ કરો અને ગાળીને પીવો. મીઠાસ માટે તમે ગોળ પણ મિક્સ કરી શકો છો. સવારે ખાલી પેટ આ ચા પીવાથી તમને વધુ ફાયદો થશે.