મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 14 માર્ચ 2021 (15:59 IST)

સાવધાન- તાંબાના વાસણમાં મૂકેલી આ વસ્તુઓનો સેવન થઈ શકે છે ખતરનાક

બધા જાણે છે કે તાંબામા વાસણમાં રાખેલું પાણી પીવુ આરોગ્ય માટે કેટલો ફાયદાકારી હોય છે. પણ શું તમે જાણૉ ચો કે કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને તાંબાના વાસણમાં રાખવું અને પછી તેનો સેવન કરવું આરોગ્ય માટે ખતરનાક સિદ્ધ થઈ શકે છે. આવો જાણીએ છે... 
 
1. દહીં- દહીંને તાંબાના વાસણમાં રાખવું અને તેનો સેવન કરવું તમારા આરોગ્ય માટે હાનિકારક થઈ શકે છે. તેનાથી તમને ફૂડ પાઈજનિંગ થઈ શકે છે અને તેમનો કડવો સ્વાદ, ગભરાહટ અને જી મચલવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 
 
2. લીંબૂ- લીંબૂનો રસ, લીંબૂ પાણી કે પછી લીંબૂને કોઈ પણ રૂપમાં જો તમે તાંબાના વાસનમાં રાખો છો, તો તેમાં રહેલ એસિડ તાંબાની સાથે ક્રિયા કરે છે, જે તમારા માટે હાનિકારક થઈ શકે છે. 
 
3. સિરકા- સિરકા એક પ્રકારનો અમ્લીય પદાર્થ છે, અને તમે તેને તાંબાના વાસણમાં કે તેની સાથે રાખો છો તો તેમના મેલથી થતી રાસાયનિક ક્રિયા તમારા આરોગ્ય પર ખૂબ હાનિકારક પ્રભાવ નાખી શકે છે. 
 
4. અથાણું- અથાણુંમાં પણ સિરકાના પ્રયોગ કરાય છે તેથી તેનો પ્રયોગ તાંબાના વાસણમાં ક્યારે ન કરવું. તે સિવાય પણ અથાણુંમાં રહેલ ખાટાશ તાંબાની સાથે મળીને તમારા આરોગ્ય માટે ઝેરનો કામ કરે છે. 
 
5. છાશ- છાશનો પ્રયોગ આરોગ્ય માટે ફાયદાકારી છે. પણ તેનો પ્રયોગ ક્યારે પણ તાંબાના વાસણમાં ન કરવું.