શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 9 ઑક્ટોબર 2014 (12:41 IST)

માંસાહારથી ફક્ત ને ફક્ત નુકસાન જ છે, શાકાહારીઓ લાંબું અને નિરોગી જીવન જીવે છે

અમેરિકાની એક યુનિવર્સિટી દ્વારા આશરે સિત્તેર હજાર લોકોને આવરીને તેમની ફૂડ હૅબિટની બાબતે સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. સંશોધકોએ એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે માંસાહારીની સરખામણીમાં શાકાહારીઓ લાંબું અને પ્રમાણમાં નિરોગી જીવન જીવે છે. માંસાહારીની તુલનામાં શાકાહારીઓમાં હૃદય રોગ બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીની આશંકા ૧૨ ટકા ઓછી હોય છે. એટલે જ શાકાહારીઓ તંદુરસ્ત હોય છે. માંસાહારીઓને આંતરડાંનું કૅન્સર, મેટાબોલિક સિન્ડ્રોમ અને હાઈપર ટૅન્શન જેવી સમસ્યાનો ખતરો રહેલો છે. સંશોધનમાં એક બાબત છતી થઈ હતી કે કોઈ પક્ષી અથવા પશુને મારવામાં આવે છે ત્યારે ડરના કારણે તેના મગજમાંથી અનેક પ્રકારના સ્ટ્રેસ હૉર્મોનનો સ્રાવ થઈને તેના લોહી મારફત ટૉક્સિક શરીરમાં ફેલાઈ જાય છે. એ માંસાહારીઓને તબિયત માટે હાનિકર્તા છે.

આપણા દેશની સાયન્સ એન્ડ એન્વાયરમેંટની પ્રદૂષણ મૉનિટરિંગ લેબોરેટરી દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જણાયું હતું કે આજકાલ ચિકનનું વજન વધારવા પૉલ્ટ્રી ઉદ્યોગમાં એન્ટિબાયોટિક્સનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એનાથી ચિકનના શરીરમાં એન્ટિબાયોટિક રેઝિસટન્સ બૅકટેરિયા પેદા થતા હોય છે. એ બૅક્ટેરિયા માસાંહારીઓના શરીરમાં જાય છે. પરિણામે તેમનું શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જતાં ભવિષ્યમાં તેમના પર દવાની અસર ઘીમી ગતિએ થતી જોવા મળી હતી.

શાકાહારના સંદર્ભમાં ભ્રમ

આ આહાર સ્વાસ્થ્યપ્રદ હોવા છતાં લોકોના મનમાં કેટલીક ગેરસમજણ પ્રવર્તે છે. આવી ગેરસમજણ દૂર કરવાની જરૂર છે.

(૧) પ્રોટીનનું પોષણ નથી મળતું

લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે શાકાહારીઓને પ્રોટીનના પોષણથી વંચિત રહેવું પડે છે. માંસાહાર પ્રોટીનનો મુખ્ય સ્રોત હોવાની સૌથી મોટી ગેરસમજણ છે. સાચી વાત એ છે કે વનસ્પતિના આહારમાંથી મળતું પ્રોટીન કોલેસ્ટ્રૉલ વગરનું હોય છે. એમાં પૂરતા પ્રમાણમાં રેષા હોવાથી પાચન તંત્ર અને હાડકાં માટે ફાયદાકારક છે. દાળ, શાકભાજી, ફળોમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે. એની સરખામણીમાં ચિકન, ઈંડાં, માંસમાં રહેલા પ્રોટીનમાં રેષા નથી હોતા. ચરબી અને કોલેસ્ટ્રોલ ભરપૂર માત્રામાં હોય છે. એટલે માંસાહારીઓને સમય જતાં હૃદય અને કિડનીને લગતી તકલીફ થવાનો સંભવ છે. આંતરડામાં માંસાહારનું પાચન બરાબર નથી થતું. લીલા શાકભાજીમાં રેષાનું પ્રમાણ ભરપૂર હોવાથી શાકાહારીઓને રોગોના સૌથી મોટા શત્રુ કબજિયાતની તકલીફ નથી નડતી. ફળો અને શાકભાજીમાં અનેક એન્ટિ ઑક્સિડન્ટ, વિટામિન્સ અને મિનરલ્સ હોવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. સંભવિત રોગો સામે લડવાની શક્તિ મળે છે. એટલે જ શાકાહારીઓની ત્વચા મુલાયમ અને ચમકીલી

રહે છે.

શાકાહારી બાળકોનો પણ સમતોલ વિકાસ થઈ શકે

બાળકોને પૂરતા પ્રમાણમાં ડેરી પ્રોડક્ટ્સ, શાકભાજી, દાળ ખવડાવવામાં આવે તો તેનો સમતોલ શારીરિક વિકાસ થાય છે. એમિનો એસિડ પ્રોટીનનો મુખ્ય સ્રોત દાળ અને શાકભાજીમાં પણ હોય છે. કોબી, સફરજન, ખજૂરમાં તે યોગ્ય માત્રામાં હોય છે.

શાકાહારથી શક્તિ ન મળતી હોવાની માન્યતા ખોટી છે

લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે શાકાહારીઓ શારીરિક રીતે નબળા છે. ખાસ તો શ્રમિકોને શાકાહારથી યોગ્ય કૅલરી નથી મળતી. એટલે સ્પોર્ટ્સ, લશ્કરી દળ, પોલીસ દળમાં કાર્યરત લોકોએ માંસાહાર કરવો જોઈએ એ માન્યતાનો છેદ કુશ્તીમાં ઑલ્મ્પિક વિજેતા સુશીલકુમારે ઉડાડી દીધો છે.

શાકાહારી ચીજવસ્તુ દરેક જગ્યાએ મળે છે.

આજકાલ સુપર માર્કેટ, રેસ્ટૉરાં, ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં શાકાહારી ચીજવસ્તુઓ મળે છે. આ ઉપરાંત શાકાહારીઓને ફ્રૂટ્ સૅલડ, સીરિયલ્સ, મિલ્ક પ્રોડક્ટસ મળી જ રહે છે.

શાકાહારી ડાયેટ પણ સમતોલ હોય છે

ભોજનમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, અને માઈક્રોન્યૂટ્રિઅન્ટ તત્ત્વોનો સમતોલ સમન્વય હોય છે. માંસાહારની સરખામણીમાં શાકાહારમાં ફળો, શાકભાજી અને દાળમાં માઈક્રોન્યૂટ્રિઅન્ટ તત્ત્વ વધુ પ્રમાણમાં હોય છે. એટલે જ તો માંસાહારીઓને ભોજનમાં સૅલડ ખાવાની સલાહ આપવામાં આવે છે. જેથી તેમને સમતોલ માત્રામાં પોષક તત્ત્વ મળી શકે.