1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

સૂતા પહેલા પીવો 1 કપ Banana Tea સારી ઉંઘની સાથે ઈમ્યુનિટી થશે બૂસ્ટ

benefits of banana Tea
કોરોનાના કહેર વધવાથી લોકો શારીરિકની સાથે માનસિક તનાવથી પણ પસાર થઈ રહ્યા છે. વાયરસની ચપેટમાં આવવાના ડરથી ઘણા લોકો ઠીકથી સૂઈ નહી શકી રહ્યા છે. પણ અનિદ્રાની સમસ્યા થવાથી બીજા 
રોગોની ચપેટમાં આવવાનો ખતરો રહે છે. તેથી તેનાથી બચવા માટે કેળાની ચા પીવી સારું અને ફાયદાકારી રહેશે. 
કેળુ ખાવાની જગ્યા ચાનો કરો સેવન 
કેળું વર્ષભર મળતુ ફળ છે. તેથી આ દરેક ઘરમાં સરળતાથી મળવાની સાથે ખૂબ પ્રસિદ્ધ ફલ છે. તેમાં નેચરલ શુગર હોવાથી તમે તેને સીધા ખાવાની જગ્યા ચાના રૂપમાં સેવન કરી શકો છો. ખાસ કરીને સૂતા પહેલા કેળાની ચા પીવાથી સારી ઉંઘ આવવાની સાથે આરોગ્યને પણ ઘણા લાભ મળે છે. ચાલો જાણીએ કેળાની ચા બનાવવાની રીતે અને તેના ફાયદા 
સામગ્રી 
પાણી- 2 કપ 
પાકેલુ કેળુ -1 
મધ - જરૂર પ્રમાણે 
તજ પાઉડર- ચપટી 
વિધિ 
સૌથી પહેલા પેનમાં પાણી ઉકાળો 
એક ઉકાળ આવતા તેમાં કેળું નાખી 10 મિનિટ સુધી ઉકાળો
તૈયાર ચાને ગાળીને કપમાં કાઢો. 
તેમાં મધ અને તજ મિક્સ કરી પીવા માટે તૈયાર છે. 
 
આ સમયે કરવુ સેવન 
સૂતા પહેલા 1 કપ કેળાની ચાનો સેવન કરવું. 
રાત્રે જે લોકોની ઉંઘ ખુલી જાય છે તેમને પણ આ મિશ્રણ પીવાથી આરામ મળશે. કેળાના છાલટામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પ્રચુર માત્રામાં હોય છે. કેળાના છાલટાનું શાક બનાવીને પણ તમે ખાઈ શકો છો. આ 
 
શરીર માટે ખૂબ ગુણકારી હોય છે.