શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 29 ડિસેમ્બર 2016 (15:17 IST)

સોયાબીન ખાવ અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી આ 8 સમસ્યાઓને દૂર કરો

સોયાબીન એક એવુ શાકાહારી ભોજન  છે જેમા માંસાહારથી પણ વધુ પ્રોટીન અને પોષક તત્વ જોવા મળે છે. લોકો તેને ખાવા માટે જુદી જુદી રીતે ઉપયોગમાં લે છે. સોયા પ્રકૃતિ તરફથી વરદાનના રૂપમાં મળેલ છે. સોયાબીન ખાવાથી તમે સુંદર દેખાય શકો છો. તેમા કેલ્શિયમ, ઓમેગા-6, ઓમેગા -3, ફાઈબર જેવા તત્વ રહેલા હોય છ્ જેનાથી શરીરની કેટલી પણ બીમારીઓની સારવાર શક્ય છે. જે લોકો બરાબર સોયાબીનનું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતા નથી.  તેમા વિટામિન બી કોમ્પલેક્સ અને વિટામિન ઈ પણ ખૂબ પ્રમાણમાં જોવા મળે છે.  જે શરીર નિર્માણમાં અમિનો એસિડ પ્રદાન કરે છે. આ આપણા શરીરની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિદ્ધ થાય છે. 
 
સોયાબીન ખાવાથી થનારા સ્વાસ્થ્ય લાભ 
 
1. દિલના રોગમાં લાભકારી - સોયાબીન લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રાને ઓછી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી આ દિલના રોગીઓ માટે લાભકારી છે.  
 
2. હાઈબીપી - ફક્ત અડધો કપ રોસ્ટેડ સોયાબીન રોજ 8 અઠવાડિયા સુધી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે. 
 
3. ત્વચા સંબંધી રોગોમાં લાભકારી - આ શરીરના લોહીને સાફ કરે છે. એનીમિયાથી બચવા માટે પણ સોયાબીનનો ઉપયોગ કરી શકીએ છીએ. 
 
4. ડિપ્રેશન ઓછુ કરે - સોયાબીન ખાવાથી મેમોરી પાવર વધે છે અને તનાવ તેમજ ચિડચિડાપણું ખતમ થઈ જાય છે. જેનાથી મન શાંત રહે છે. 
 
5. હાડકાને મજબૂત કરે - આના સતત પ્રયોગથી હાડકાની નબળાઈ દૂર થાય છે.  જેનાથી એસ્ટિયોપોરોસિસ નામની બીમારીનુ સંકટ રહેતુ નથી. 
 
6. કેંસર રોકવામાં સહાયક - તેમા ભરપૂર પ્રમાણમાં કેંસર પ્રતિરોધક ક્ષમતા જોવા મળે છે. જેનાથી સ્તન અને પ્રોસ્ટેટ કેંસર મોટાભાગે રોકી શકાય છે. મહિલાઓમાં 45 વર્ષની આયુ પછી મેનોપોઝની સમસ્યાથી આવનારા ફેરફારો પણ ખૂબ ઓછા કરે છે. 
 
7. પ્રોટીન - શરીર માટે પ્રોટીનની ખૂબ જરૂર હોય છે અને સોયાબીન દૂધમાં ઈંડા, માંસ, માછલીથી અનેકગણુ વધુ પ્રોટીન હોય છે. સોયાબીનમાં શરીરને તાકત આપનારા જરૂરી રસાયણ રહેલા હોય છે. જેનાથી આપણુ મગજ, ફેફસા, દિલ, નખ, વાળ વગેરે મજબૂત થાય છે. 
 
8. વિવિધ પ્રકારથી ઉપયોગ - જુદા જુદા વર્ગોના લોકો સોયાબીનનુ સેવન પોતા પોતાની રીતે કરે છે. જેવાકે કેટલાક લોકો સોયાબીનના દૂધનો પ્રયોગ કરે છે. તો કેટલાક લોકો સોયાબીનના પનીરનુ શાક બનાવીને ખાય છે. કે સોયાબીનના પનીરને કોરુ જ ખાય છે.  હાલ આ સમયે બધા સ્થાન પર સોયાબીનના તેલનો ઉપયોગ પણ ખૂબ પ્રમાણમાં થાય છે.