ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (17:43 IST)

Cardiac Arrest માં આ સ્ટેપ્સથી બચાવી શકાય છે જીવ

બોલીવુડની સુપરસ્ટાર શ્રીદેવીને અચાનક કાર્ડિયક અરેસ્ટ થવાથી શનિવારે મોડી રાત્રે તેનુ મોત થઈ ગયુ.  કાર્ડિયેક અરેસ્ટ અચાનક મોત થવાથી સૌથી મોટા કારણોમાંથી એક છે. ઉલ્લેખનીય છે કે કાર્ડિએક અરેસ્ટ અને હાર્ટ એટેક બે જુદી જુદી સમસ્યા છે. પણ હર્ટ અટેકના ઠીક પછી કે રિકવરી પછી કાર્ડિએક અરેસ્ટ થઈ શકે છે. આમ તો કાર્ડિએક અરેસ્ટ થતા પહેલા કોઈ લક્ષણ દેખાતા નથી. આએક મેડિકલ ઈમરજેંસી છે.  અને જો તમારી સામે કોઈને આ સમસ્યા થઈ જાય તો તેને તરત સીપીઆર આપીને તેને બચવાના ચાંસેજ વધારી શકો છો. 
 
લક્ષણ - જો કોઈ ઠીક ઠાક વ્યક્તિનુ બીપી અચાનક ડાઉન થઈ જાય. શરીર પીળુ પડવા માંડે અને તે લડખડાઈને પડી જાય. આ સાથે જ તેની ધડકન અનિયમિત થઈ જાય અને પલ્સ બંધ થઈ જાય તો આ એક કાર્ડિએક અરેસ્ટનુ લક્ષણ હોઈ શકે છે. ક્યારેક ક્યારેક શ્વાસ ફૂલવો ઉલ્ટી કે ચેસ્ટ પેન જેવા લક્ષણ પણ દેખાય છે. 
 
જો તમારી સામે કોઈ વ્યક્તિને કાર્ડિએક અરેસ્ટ થઈ જાય તો સીપીઆર (Cardio-Pulmonary Resuscitation)  આપીને તેને સર્વાઈવલ રેટને વધારી શકાય છે.  આ માટે આ સ્ટેપ્સ ફોલો કરો.. 
 
- દર્દીને આરામથી જમીન પર હવાવાળા સ્થાન પર સૂવાડી દો. તેની ચિનને થોડી ઉપર કરો અને માથાને એ રીતે ઉપર કરો જેથી જીભ અંદર ન પડી જાય. 
 
- હવે દર્દીની ચેસ્ટની વચ્ચે જોર જોરથી પુશ કરો કે મુક્કો મારો. આ પ્રક્રિયાને કાર્ડિએક થંપ કહે છે.  ત્યારબાદ સીપીઆર શરૂ કરો. 
 
આ રીતે કરો સીપીઆર 
 
- દર્દીની પાસે બેસીને તમારો જમણો હાથ દર્દીના છાતી પર મુકો. બીજો હાથ તેના ઉપર મુકો અને અને આંગળીઓને પરસ્પર ફસાવી લો  
 
- હથેળીઓથી 10 મિનિટ માટે છાતીની વચ્ચેવાળ ભાગને જોરથી દબાવો 
 
- એક મિનિટમાં 80 થી 100ની ગતિથી દબાવો 
 
- આ પ્રક્રિયામાં તમારા દ્વારા જોર જોરથી અને  જલ્દી જલ્દી દબાવવુ જરૂરી છે. એટલુ તેજ દબાવો કે દરેક વાર છાતી લગભગ દોઢ ઈંચ નીચ જાય 
 
- આ દરમિયાન જ કોઈને ડોક્ટરને બોલાવવાનુ પહેલા જ કહી દો. પણ જ્યા સુધી ડોક્ટર ન આવે ત્યા સુધી તમે તમારી પ્રક્રિયા ચાલુ રાખો. બંધ કરશો નહી.  ધબકારા પણ જોવા રોકાશો નહી. 
 
નોંધ - જો બાળકોને સીપીઆર આપવાનુ હોય તો આ પ્રક્રિયા સાથે મોઢામાં મોઢુ કરીને શ્વાસ પણ આપવો જોઈએ. પણ શરત એ કે કાર્ડિએક અરેસ્ટનુ કારણ ડૂબવુ ન હોય.  મોટા લોકોને મોઢામાં મોઢુ નાખીને શ્વાસ લેવાની સલાહ નથી આપવામાં આવતી.