રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (09:05 IST)

શરદી-ખાંસી અને માઈલ્ડ ફીવરને ઠીક કરવામાં કારગર છે આ ત્રણ વસ્તુઓ

તમે આરોગ્યની કેટલી કાળજી રાખી લો પણ બદલતા મૌસમમાં શરદી ખાંસી જેવી સમસ્યા થઈ જાય છે. મજબૂત ઈમ્યુનિટી થવાનો આ અર્થ નથી કે તમે ક્યારે પણ બીમાર નહી પડશો તેનો મતલબ આ છે કે તમે ઓછાથી ઓછા બીમાર પડતા જલ્દી રિકવર થઈ જશો વાયરલ ફીવર અને ખાંસી થવી સામાન્ય વાત છે પણ તોય પણ તેના હોવાથી થોડા દિવસો તમે નબળુ અનુભવશો તેથી તમને કેટલીક આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરીને આ રોગોને જલ્દીથી જલ્દી સાજા કરવા જોઈએ. 
હળદર 
હળદરનો ઉપયોગ દરેક ઘરમાં હોય છે. ભોજનને ટેસ્ટી બનાવવાની સાથે હળદર નાખવાથી ભોજનનો રંગ પણ આવી જાય છે. તેમજ ભોજન સિવાય હળદદર વાયરલ ફીવર અને ખાંસીને ઠીક કરવાનામાં કારગર છે. હળદરમાં રહેલ એંટી બેક્ટીરિયલ અને એંટી વાયરલ ગુણ ઈંફેક્શનથી લડવામાં મદદ કરે છે. વાયરલ ફીવર અને ખાંસી થતા પર હળદરવાળુ દૂધ પીવાથી ફાયદા મળી શકે છે. 
 
મધ 
મધ અરોગ્યની સાથે સ્કિન માટે પણ ફાયદાકારી શરદી ખાંસી અને ગળાની ખરાશને ઠીક કરવા માટે મધનો સેવન ખૂબ ફાયદાકારી છે. ખાંસી થતા પર મધમાં ઈલાયચી પાઉડર કાળી મરી પાઉડર લીંબૂનો રસ મિક્સ કરી ચાટવાથી ફાયદો પહોંચાડે છે. 
 
આદું અને તુલસી 
આદું અને તુલસીની ચા તમે ઘણી વાર પીધી હશે શું તમે જાણો છો કે સ્વાદની સાથે આદું અને તુલસીની ચા ફ્લૂ અને ફીવરને પણ દૂર કરવામાં કારગર છે. આદુંમાં એંટીઑક્સીડેંટના ગુણ હોય છે. આદું અને તુલસીથી બની ચા નો સેવન કરવાથી વાયરલ ફીવર અને ખાંસીની સમસ્યાથી રાહત મેળવી શકો છો.