શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 18 માર્ચ 2015 (17:39 IST)

ડાયાબિટીસ શુ છે ? શુ ડાયાબિટીસ વંશાનુગત રોગ છે ?

આમ તો ડાયાબિટીસની સમસ્યા અનિયમિત ખાન-પાન અને દોષપૂર્ણ જીવનશૈલીનુ પરિણામ છે પણ શુ તે બીમારી વંશાનુગત પણ હોય છે. સંતુલિત જીવન જીવ્યા પછી પણ જો ડાયાબિટીસની ચપેટમાં આવી જાય છો તો પારિવારિક ઈતિહાસ હોય છે તેની પાછળ સૌથી મોટુ કારણ 
 
ડાયાબિટીસના અનેક કારણ હોય છે. અનેક વાર એક સાદગી ભર્યુ જીવન જીવ્યા પછી ચૂપચાપ આ બીમારી આવીને તમને જકડી લે છે.  અનેક વાર વ્યક્તિઓમાં આ બીમારી બાળપણથી જ થઈ જાય છે.  અને કેટલાકને વધતી વય સાથે વધતી જાય છે અને તેના લક્ષણ શરૂ થઈ જાય છે.  આજે અમે તમને બતાવીશુ કે મઘુપ્રમેહ વંશાનુગત છે કે નહી. 
 
શુ છે ડાયાબિટીસ
 
ડાયાબિટીસ એક એવો રોગ છે જેમા આપણુ શરીર ખોરાકમાંથી મળતી શર્કરાને યોગ્ય રીતે પચાવી શકતુ નથી.  સાથે જ સામાન્ય ગતિવિધિઓ માટે તેને ઉર્જામાં પરિવર્તિત કરવામાં અસમર્થ હોય છે. જ્યારે આપણે ખાંડ અને અનાજનુ સેવન કરીએ છીએ તો શરીર તેને ગ્લુકોઝમાં પરિવર્તિત કરે છે.  શરીર માટે જરૂરી ગ્લુકોઝ રક્તઘારામાં પરિસંચરણ કરે છે અથવા ભવિષ્યમાં પ્રયોગ માટે આ ગ્લુકોઝેનના રૂપમાં લીવરમાં સ્ટોર થઈ જાય છે. 
 
મઘુપ્રમેહમાં રક્તમાં ગ્લુકોઝ માટે વિનિયામક વ્યવસ્થા યોગ્ય રીતે પોતાનુ કામ નથી કરી શકતી. પરિણામસ્વરૂપ ગ્લુકોઝ ખતરનાક સ્તર સુધી સંચિત થતુ જાય છે. જેનાથી કષ્ટકારી લક્ષણ ઉભા થાય છે. પહેલા શરીરમાં પર્યાપ્ત ઈન્સુલિનનુ ન હોવુ અને બીજુ શરીરના ઉતકો પર ઈન્સુલિન પુર્ણ રીતે પ્રભાવી ન હોવુ. જો તમને ટાઈપ વન ડાયાબિટિસ છે તો શરીરની કોશિકાઓ ઈન્સુલિનને સ્વીકાર નથી કરતી.  મોટાભાગના લોકોમાં ટાઈપ ટુ ડાયાબિટીસની ઓળખ કરવામાં આવે છે. 
 
શુ ડાયાબિટીસ વંશાનુગત છે 
 
જો કોઈ વ્યક્તિના પારિવારિક ઈતિહાસ ડાયાબિટીસની સમસ્યા છે તો તેમની આવનારી પેઢીયોમાં ડાયાબિટીસના લક્ષણ દેખાય શકે છે.  મા કરતા પિતાને ડાયાબિટીસ હોય તો સંતાનમાં તેના લક્ષણ દેખાવવાનુ સંકટ વધુ હોય છે.  જો તમે એવા આહારનું સેવન કરો છો જે ડાયાબિટીસના સંકટને વધારે છે તો મઘુમેહની શક્યતા અને પ્રબળ થઈ જાય છે. દસ ટકા લોકોમાં એવુ પણ જોવા મળે છે કે તેમના સંબંધીઓને ડાયાબિટીસ થતા તેમને પણ ટાઈપ વન ડાયાબિટીસ થઈ જાય છે. 
 
બચવાના ઉપાય 
 
- મઘુપ્રમેહ વંશાનુગત હોવા છતા તમે આનાથી બચી શકો છો 
- જાડાપણુ અને શારીરિક ગતિવિધિની કમીને કારણે આ બીમારી તમને જકડી શકે છે 
- સંતુલિત આહાર અને પોષક તત્વોનુ સેવન કરવુ જોઈએ. 
- શુગર અને સ્ટાર્ચવાળા પદાર્થોથી દૂર રહો.