1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 11 એપ્રિલ 2024 (00:59 IST)

માઈગ્રેનના દુ:ખાવામાં ભૂલથી પણ ન કરો પેઈનકિલરનું સેવન, વધી જશે ડિપ્રેશનનું જોખમ, જાણો માથાના દુખાવાથી કેવી રીતે મેળવવો છુટકારો ?

માઈગ્રેનના દુ:ખાવામાં એવો અનુભવ થાય છે કે જાણે કોઈ હથોડી વડે માથામાં મારી રહ્યું હોય. નોર્મલ અવાજ પણ એવો લાગે છે કે જાણે કોઈએ કાન પર બોમ્બ ફોડ્યો હોય. આ પીડા સેન્સરી સીસ્ટમને બગાડે છે. જેના કારણે આંખ, કાન, હાથ, પગ યોગ્ય રીતે કામ કરી શકતા નથી. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ દુનિયાના લગભગ 100 કરોડ લોકો આ પીડાથી પીડાઈ રહ્યા છે. સાઇનસ, શરદી-ખાંસી, હાઈ બ્લડ પ્રેશર, તાવ, આંખોમાં શુષ્કતા અને ડિહાઇડ્રેશનથી પણ માથાનો દુખાવો થાય છે અને લોકો કારણ જાણ્યા વિના તરત જ પેઇન કિલર લે છે. આજ તો લોકો ભૂલ કરે છે. એ વાત સત્ય છે કે માથાનો દુખાવો પેઇનકિલર્સ લેવાથી ઠીક થઈ જાય છે પરંતુ લોકો ડીપ્રેશન અને એન્જાઈટીનો શિકાર બની શકે છે, તેથી  ભૂલથી પણ  માઇગ્રેનના દુખાવામાં  પેઇનકિલર્સ ન લેવી જોઈએ. ચાલો તમને જણાવીએ કે માઈગ્રેનના લક્ષણો શું છે અને તેનાથી છુટકારો મેળવવા માટે તમારે શું કરવું જોઈએ?
 
માઈગ્રેનના લક્ષણો
અડધું માથું દુખવું 
તેજ રોશનીથી પરેશાની 
ઉલટી
ચક્કર આવવા 
થાક
આંખમાં બળતરા
મોટા અવાજ આવે તો તકલીફ 
 
માથાનાં દુઃખાવાથી બચવાના ઉપાય  
શરીરમાં ગેસ ન બનવા દેશો : માથાનો દુખાવો અને આંતરડા વચ્ચે સબંધ હોઈ શકે છે. માઈગ્રેન અટેક સાથે ઘણીવાર ઉબકા અને ઉલટી આવે છે. અને શોધ બતાવે છે કે જે લોકો વારંવાર માથાનો દુખાવો કરે છે તેમની અંદર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડર વિકસાવવાની શક્યતા વધારે હોઈ શકે છે.
 
અનુલોમ-વિલોમ કરો: અનુલોમ-વિલોમ પ્રાણાયામ માઈગ્રેન અને માથાનો દુખાવો દૂર કરવા માટે ખૂબ જ અસરકારક આસન છે. આનાથી માત્ર માથાનો દુખાવો જ નહીં પરંતુ તણાવ પણ દૂર થાય છે. દરરોજ લગભગ 15 દિવસ સુધી આ આસન કરવાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે.
 
તમારા ડાયેટમાં આ વસ્તુઓનો કરો સમાવેશ  
ફણગાવેલા અનાજ ખાવ : માઈગ્રેનના દુ:ખાવાથી છુટકારો મેળવવા માટે તમારા આહારમાં સુધારો કરો અને ફણગાવેલા અનાજ ખાવાનું શરૂ કરો.
 
લીલા શાકભાજી ખાવ : લીલા શાકભાજી માઈગ્રેનની તીવ્રતા ઘટાડવામાં મદદ કરી શકે છે. લીલા શાકભાજીમાં બદામ, પાલક, મેથી, એવોકાડો, કઠોળ, બૉટલ ગૉર્ડનો સમાવેશ થાય છે. 
 
આ તેલનો કરો ઉપયોગ 
નાકમાં અણુ તેલ નાખો: અણુ તેલનો ઉપયોગ કરવાથી નાકમાં ભેજ જળવાઈ રહે છે, જે વાયરસને પ્રવેશતા અટકાવે છે અને હવાના કણોને ફેફસામાં પ્રવેશતા અટકાવે છે.
 
નારિયેળ અને લવિંગનું તેલ -  10 ગ્રામ નારિયેળ અને 02 ગ્રામ લવિંગનું તેલ લો. નાળિયેર-લવિંગ તેલ મિક્સ કરો. તેને માથા પર લગાવવાથી દુખાવામાં રાહત મળે છે