શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 26 ઑક્ટોબર 2015 (11:53 IST)

આરોગ્ય - ચા પીવાથી થતા ફાયદા

ચા લોકોની જીંદગીથી ઘણી હદ સુધી જોડાય ચુકી છે. જેનાથી તે ઈચ્છવા છતા પણ દૂર નથી શકતા. શિયાળાની ઋતુ હોય કે ગરમીની સાંજ ચા પીવી તો બને જ છે. અનેલ લોકોની તો દિવસની શરૂઆત જ ચા સાથે થાય છે અને ચા પર ખતમ. જો કે અનેક લોકોનું માનવુ છે કે ચા આરોગ્ય માટે નુકશાનદાયક હોય છે પણ જો તમે પણ ચા ના પ્રેમી છો તો જરા કેટલાક સ્વાસ્થવર્ધક ગુણ જાણી લો. 
 
ચા પીવાના ફાયદા 
 
1. વજન ઘટાડો - ચા માં એંટીઓક્સીડેંટનો સમાવેશ થાય છે. ચા વય વધવા અને પ્રદૂષણના પ્રભાવના પ્રકોપોથી તમારા શરીરની રક્ષા કરે છે. 
 
2. ઓછુ કૈફીન - કોફીના મુકાબલે ચા માં ઓછુ કૈફીન હોય છે. કોફીમાં સામાન્ય રીતે ચાથી 2થી 3 ગણુ વધુ માત્રામાં કૈફીન જોવા મળે છે. 8 ઔસ કપની કોફીમાં 135 મિલીગ્રામની આસપાસ કૈફીન હોય છે. તો બીજી બાજુ ચાના દરેક કપમાં ફક્ત 30થી 40 મિલીગ્રામ કૈફીન હોય છે. જ ઓ કોફી પીવાથી તમને અપચો, માથાનો દુખાવો કે સૂવામાં કોઈ પરેશાની થાય છે તો ચા પી લો. 
 
3. દિલનો રોગ - ચા હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ઓછુ કરી શકે છે. ચા પીવાને કારણે ધમનિયો ચિકણી અને કોલેસ્ટ્રોલથી મુક્ત થાય છે. 6 કપથી વધુ ચા પીવાથી દિલની બીમારી થવાનુ સંકટ એક તૃતીયાંશ ઓછુ રહે છે. 
 
4. હાડકા બને મજબૂત - ચા તમારા હાડકાને પણ બચાવે છે. ફક્ત એ માટે નહી કે તેમા દૂધ છે. પણ એક અભ્યાસમાં એ લોકોની તુલના એક સાથે કરવામાં આવી જે ચાનુ સેવન 10 વર્ષથી કરી રહ્યા છે અને જે ચા નથી પીતા. અભ્યાસમાં જોવા મળ્યુ કે ચા પીનારાઓના હાડકાની વય, વધુ વજન, વ્યાયામ, ધૂમ્રપાન અને અન્ય રિસ્ક ફેક્ટરો છતા પણ મજબૂત છે. 
 
5. દાંત બને મજબૂત - ચા પીવાથી તમારા દાંત મજબૂત બનશે. ચા હકીકતમાં ફ્લોરાઈડ અને ટેનિન દ્વારા બને છે. જે પ્લેગને દૂર રાખે છે. આ સ્વસ્થ દાંત અને મસૂઢા માટે પણ ફાયદાકારી છે. 
 
6. રોગ સામે લડે - ચા પીવાથી તમારા શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને સંકમણથી લડવામાં ખૂબ મદદ મળે છે. શરદી-તાવ જેવી સામાન્ય બીમારીઓમાં ચા પીવાથી એકદમ ગાયબ થઈ જાય છે. 
 
7. કેસરથી બચાવે - ચા કેંસર વિરુદ્ધ સુરક્ષા કરે છે. કારણ કે તેમા પૉલીફિનૉલ અને એંટીઓક્સીડેંટ ભેળવેલુ હોય છે. આ બંનેનો પ્રભાવ કેંસરથી લડવા માટે ખૂબ મદદ કરે છે. 
 
8. પાણીની કમી પૂરી કરે - ચા હાઈડ્રેટેડ રહેવામાં તો મદદ કરે છે જ્યારે કે કોફી પીવાથી પેશાબ વધુ આવે છે તેથી આ શરીરમાં વધુ સમય સુધી ન રહીને બહાર નીકળી જાય છે. તેથી આપણા શરીરમાં પાણીની પૂર્તી નથી થઈ જતી. જો તમે રોજ દિવસમાં 6 કપ કોફી પી જાવ છો તો તમારી અંદર પાણીની કમી થઈ શકે છે. 
 
9. ઓછી કૈલોરી - ચા માં કોઈપણ પ્રકારની કૈલોરી નથી હોતી. જ્યા સુધી તમે તેમા કોઈ પ્રકારનુ સ્વીટનર કે દૂધ ન મિક્સ કરો. જો તમે એક સંતોષજનક, કૈલોરી મુક્ત પીણુ પીવા માંગો છો તો ચા તેમાથી સૌથી સેફ ઓપ્શન છે. 
 
10. ફૈટ ઘટાડે - ચા દ્વારા ફૈટ પણ ઓછુ થાય છે તેમા તમારા શરીરનુ મૈટાબોલિજ્મ વધી જાય છે. કેટલાક લોકોનું વજન એક્સરસાઈઝ કરવાથી પણ ઓછુ થતુ નથી પણ જો તમે ગ્રીન ટી પીશો તો તમારુ મૈટાબૉલિજ્મ રેટ વધશે જેનાથી 70થી 80 કૈલોરી આરામથી બર્ન થઈ શકે છે. આ સાથે જ તમને રોજ અડધો કલાકની વૉક પણ લેવી જરૂરી છે.