સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 28 માર્ચ 2024 (00:41 IST)

સવારે ખાલી પેટ આ દાળનું પાણી પીવાથી દૂર થશે ફેટી લિવરની સમસ્યા, બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ અસરકારક

moong dal water
moong dal water
આજકાલ લોકોમાં ફેટી લિવરની સમસ્યા ઝડપથી વધી રહી છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે દરેક વ્યક્તિ લીવરમાં ગંદકી કે ચરબી જમા થવાની ફરિયાદ કરે છે. એટલું જ નહીં, લોકો પાચન સંબંધી સમસ્યાઓથી પણ પરેશાન રહે છે, જેનું મુખ્ય કારણ છે લીવરનું યોગ્ય રીતે કામ ન કરવું. આવી સ્થિતિમાં, મગની દાળનું પાણી પીવું અસરકારક છે. આ પાણી માત્ર શરીરમાં જમા થયેલી ચરબીને ડિટોક્સ કરતું નથી, પરંતુ તે પાચન પ્રક્રિયાને ઝડપી બનાવવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, તે ધમનીઓને સાફ કરે છે અને આ ઉપરાંત  મગની દાળનું પાણી પેટની વિવિધ સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે. પરતું સૌથી પહેલા જાણીએ ફૈટી લીવરમાં તેને પીવાના ફાયદા. 
 
ફેટી લીવરમાં મગની દાળનું પાણી પીવાનાં ફાયદા 
મગમાં ફાઈબર અને કેટલાક ખાસ એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે માત્ર પાચનતંત્રને જ ઝડપી બનાવવા સાથે  લીવરની કામગીરીમાં પણ સુધારો કરે છે. તેનું પ્રથમ કાર્ય શરીરને ડિટોક્સ કરવાનું છે. ફેટી લીવરમાં, જ્યારે કોઈ વ્યક્તિ સવારે આ દાળનું પાણી પીવે છે, ત્યારે તે લીવર સેલ્સમાં જમા થયેલી ગંદકીને ડિટોક્સ કરે છે અને તેને પોતાની સાથે ચોંટાડીને બહાર કાઢવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તે લીવરની કામગીરીને પણ ઝડપી બનાવે છે, જે શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે કારણ કે લીવર એ અંગ છે જે કોલેસ્ટ્રોલ બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે.
 
મગની દાળનું પાણી પીવાથી શું ફાયદા થાય છે?
 
1. ડિટોક્સિફાયર છે મગની દાળ 
મગની દાળનું પાણી શરીરને ડિટોક્સિફાય કરે છે અને પાચન પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે. તે પેટને સાફ કરે છે અને મૂત્રાશયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. એટલું જ નહીં, તે યુરિનને લગતી સમસ્યાઓ ઓછી કરવામાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત, જેઓ વજન ઘટાડવા માંગે છે તેમના માટે પણ આ લાભકારી છે
 
2. શરીરને હાઇડ્રેટ કરે છે
મગની દાળનું પાણી શરીરને હાઇડ્રેટ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તે ઈમ્યૂન સેલ્સને પ્રોત્સાહન આપે છે અને શરીરની ઈમ્યૂનિટી વધારવામાં મદદરૂપ   છે. એટલું જ નહીં, ઉનાળામાં સવારે ખાલી પેટ તેને પીવાથી શરીરમાં પાણીની કમીથી બચી શકાય છે. આ રીતે, આ દાળ શરીરને હાઇડ્રેટ કરવામાં અને તમને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. તો આ બધા કારણોસર તમારે મગની દાળનું પાણી પીવું જોઈએ.
 
આ રીતે બનાવો મગની દાળનું પાણી
 
સૌ પ્રથમ પ્રેશર કૂકરમાં બે ગ્લાસ પાણી નાંખો અને તેમાં અડધો વાટકો છાલટા વગરની મગની દાળ(પહેલા ધોઈ લો) નાખો. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકી દો. 2 થી 3 સીટી વાગે એટલે ગેસ બંધ કરો. હવે વરાળ નીકળી જાય પછી દાળને કાઢીને પી લો. સ્વાદ માટે તમે ઘી અને જીરાનો વઘાર પણ કરી શકો છો.