શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 2 જાન્યુઆરી 2017 (17:56 IST)

શુ તમારુ વજન વારેઘડીએ વધી જાય છે ફોલો કરો માત્ર આ 7 સ્ટેપ અને સહેલાઈથી કંટ્રોલ કરો વજન

બદલતી લાઈફસ્ટાઈલમાં જાડાપણાની પરેશાની મુખ્ય છે. આજે જાડાપણાની બીમારીથી લગભગ 5માંથી 3 વ્યક્તિ પરેશાન છે.  આવુ ખાવા પીવા પર ધ્યાન ન આપવુ અને વ્યાયામ ન કરવાને કારણે થાય છે.  જાડાપણાથી બચવા માટે અનેક રીત અપનાવવામાં આવે છે. જેનુ થોડીઘણી તો અસર દેખાય છે.  પણ ફરીથી એ જ પરેશાની સામે આવીને ઉભી થઈ જાય છે.  આવામા જો તમે તમારી રૂટીન લાઈફમાં થોડી ટેવનો સમાવેશ કરી લો તો સહેલાઈથી જાડાપણાથી છુટકારો મેળવી શકાય છે.  જી હા આજે અમે તમને કેટલાક સહેલા ઉપાય બતાવીશુ. જેને તમે તમારી રૂટીન લાઈફનો એક ભાગ બનાવીને લાઈફને એન્જોય કરવાની સાથે જાડાપણાને પણ ઓછી કરી શકશો. 
 
1. ડાંસ - જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો તમારા પાર્ટનર સાથે રોજ ડાંસ કરો. આનાથી તમને મજા પણ આવશે અને વજન પણ સહેલાઈથી ઓછુ થઈ જશે. 
 
2. ટ્રેડમિલ - બિઝી લાઈફને કારણે કેટલાક લોકો પાસે જિમ જવાનો સમય હોતો નથી આવામાં ઘરે જ ટ્રેડમિલ પર ચાલો. તેનાથી તમે હેલ્ધી થવાની સાથે સાથે જાડાપણાથી પણ દૂર રહેશો. 
 
3. જોગિંગ - કહેવાય છે કે ફ્રેશ મગજ માટે સવારે જોગિંગ કરવુ જરૂરી હોય છે. જો તમે રોજ દિવસના 30 મિનિટ જોગિંગને આપશો તો તમારુ વજબ ધીરે ધીરે ઘટતુ જશે. 
 
4. સાઈકલ ચલાવો - રોજ સાઈકલ ચલાવો. તેનાથી બોડી ફીટ રહેશે સાથે જ મસલ્સ પણ મજબૂત રહેશે. 
 
5. લવમેકિંગ - શોધના મુજબ લવમેકિંગ વજન ઓછુ કરવાનુ બેસ્ટ ઓપ્શન છે. આ સાથે જ લાઈફમાં એન્જોય થવાની સાથે સાથે શરીરની અધિક કૈલોરી પણ બર્ન થાય છે. 
 
6. ડાયેટ ચેંજ - ડાયેટ ચેંજ કરવાનો એ મતલબ નથી કે તમે ડાયેટિંગ પર રહો. પણ તમારી ડાયેટમાં થોડો ફેરફાર કરો. જેવુ કે ફાઈબર યુક્ત પદાર્થનુ સેવન કરો અને કેલોરીથી દૂર રહો. 
 
7. વૉક - રોજ રાત્રે જમ્યા પછી વૉક કરો. તેનાથી ખાવાનુ સારી રીતે પચવા ઉપરંત બોડી ફિટ રહેશે.