શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 3 સપ્ટેમ્બર 2014 (16:46 IST)

Health Care - આહાર જે તમને રાખે તંદુરુસ્ત

તંદુરુસ્ત શરીર દરેક કોઈની કામના હોય છે. તંદુરૂસ્તી માટે જરૂરી છે કે તમે હેલ્ધી ડાઈટ લો. હેલ્દી ડાયેટથી તમારા શરીરની ઉર્જા વધે છે અને આથી તમે  વધારે ક્ષમતા સાથે તમારુ  કામ કરી શકો છો. આવો તમને જણાવીએ કે તંદુરૂસ્ત રહેવા માટે  કેવો આહાર લેવો જોઈએ. 
 
અનાજ 
 
અનાજ તમને તંદુરૂસ્ત બનાવી રાખે છે. ઘંઉ બાજરા મકાઈ વગેરેમાં ઘણા પોષ્ટિક તત્વ હોય છે,જે તમારી શારીરીક ક્ષમતા વધારે છે. 
 
દાળ 
 
દાળમાં ભરપૂર  પ્રમાણમાં પ્રોટીન ,વિટામિન અને મિનરલસ હોય છે. જે તમારા શરીરમાં પોષક તત્વોની અછત પૂરી પાડે છે. મગની દાળ ખાવાથી સ્ટેમિના વધે છે. 
 
 
વિટામિન સી 
 
વિટામિન સી તમારા શરીર માટે ખૂબજ જરૂરી છે. આથી તમારા આહારમાં વિટામિન સી જેવા કે લીંબૂ ,આમળા ,દ્રાક્ષ,  સંતરા વગેરેને શામેલ  કરો. 
 
લીલી શાકભાજી 
 
લીલા શાકભાજી તમારા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે. લીલી શાકભાજીનું  જ્યુસ પીવાથી શરીરની ક્ષમતા વધે છે અને લોહીમાં નાઈટ્રેટનું  લેવલ પણ વધે છે. આના સેવનથી કામ કરતી વખતે તમને જ્લ્દી થાક લાગતો નથી

ફળ 

ફળ ખાવાથી  કે તાજા ફળનું  જ્યુસ પીવાથી શરીરમાં હાર્મોન અને બ્લ્ડ શુગરનો લેવલ યોગ્ય રહે છે. જેથી તમારો સ્ટેમિના વધે છે અને તમે તંદુરૂસ્ત રહો છો. 




વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.