શનિવાર, 18 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 (15:18 IST)

માત્ર એક મિનિટમાં માથાના દુખાવાથી મળશે રાહત Headache Cure

Headache Cure
વગર ડૉકટરની સલાહ ક્યારે પણ ન લેવી પેનકિલર 
એક્યુપ્રેશર તકનીકથી એક મિનિટમાં ઠીક થઈ શકે છે માથાનો દુખાવો 
સૂંઠનો પેસ્ટ લગાવવાથી પણ જલ્દી ઠીક હોય છે માથાનો દુખાવો 
 
ઠંડમાં તેજ હવા લાગી જવાથી પણ માથાનો દુખાવો થઈ જાય છે. 
સામાન્ય રીતે લોકો વધારે ગંભીરતાથી નહી લે છે અને કોઈ પણ પેનકિલર લઈને બેસી જાય છે. પણ જ્યારે માથાનો દુખાવો શરૂ હોય છે તો આ પરેશાન કરી નાખે છે. પણ વગર ડૉકટરની સલાહ કોઈ પણ દવા લેવું આરોગ્યની દ્ર્ષ્ટિથી યોગ્ય નથી. પણ તમે માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે બીજા કેટલાક ઉપાયોનો સહારો પણ લઈ શકો છો, જેની મદદથી માત્ર એક મિનિટમાં તમારો માથાનો દુખાવાથી રાહત મળી શકે છે. ચાલો જાણીએ માથાના દુખાવાથી મિનિટ ભરમાં રાહત આપવાના ઉપાય શું છે. 
 
એક્યુપ્રેશર તકનીક 
એક્યુપ્રેશર તકનીકથી મિનિટમાં માથાનો દુખાવો ઠીક કરવા માટે તમારા અંગૂઠા અને વચ્ચેની પહેલી આંગળીની જગ્યા પર હળવાથી મસાજ કરવી. આ પ્રક્રિયા બન્ને હથેળી પર કરવી. આંગળીઓના વચ્ચેની જગ્યાને ગોળ દિશામાં હળવાથી પ્રેશર નાખતા મસાજ કરવી. આ તકનીકથી તમે એક મિનિટમાં તમારા માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો. 
 
સૂંઠનો પેસ્ટ 
સૂકા આદુંના પાઉડર એટલે કે સૂંઠ એક ચમલી લેવી, તેને પાણીમાં મિક્સ કરો અને એક પેનમાં મૂકી થોડું ગરમ કરી લો. હવે તાપથી હટાવીને ઠંડુ થવા માટે મૂકો. જયારે આ ઠંડું થઈ જાય તો (નવશેકું) તો તેને માથા પર લગાવો. થોડીવારમાં તમારું માથાનો દુખાવો દૂર થઈ જશે. 
 
તજ પેસ્ટ 
ઘણી વાર ઠંડમાં તેજ હવા લાગી જવાથી માથાનો દુખાવો થઈ જાય છે. આવી સ્થિતિમાં તજમાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને માથા પર તેનો લેપને લગાવી મૂકી દો. થોડી વાર પછી ગરમ પાણીથી તેને સાફ કરો. તમારા માથાનો દુખાવાથી તરત રાહત મળશે.