રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2017 (20:10 IST)

ચોખાનું પાણી ત્વચાથી લઈને કૈસર સુધી લાભકારી છે ... જાણો કેવી રીતે

ચોખા ખાવા દરેકને પસંદ હોય છે. ગરમા ગરમ ચોખાને જોઈને દરેકના મોઢામાં પાણી આવી જાય છે. 
 
ક્યારેક તમે વિચાર્યુ છે કે બાફેલા ચોખાનુ પાણી આરોગ્ય માટે કેટલુ લાભકારી હોય છે. 
 
ચોખાના પાણીને તો આપણે ફેંકી દઈએ છીઈ પણ તેના અનેક ચમત્કારી લાભ છે. ચોખાના પાણી વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. 
 
આવો જાણીએ ચોખાના પાણીથી શુ ફાયદા થાય છે 
 
1. પેટ માટે - ઘણા લોકોને મોટાભાગે પેટની સમસ્યા રહે છે.  ચોખાના માંડથી જમવાનુ પચાવવામાં સહેલાઈથી રહે છે અને ડાયેરિયા તેમજ કબજિયાતથી તરત રાહત મળે છે. 
 
2. ગ્લો સ્કિન - ત્વચાની ચમક વધારવા માટે ચોખાનુ પાણી ખૂબ લાભકારી હોય છે.  કૉટનને ચોખાના પાણીમાં ડુબાડીને તેને ચેહરા પર લગાવીને ચમકીલી ત્વચા મેળવી શકાય છે. 
 
 
3. કેંસરથી બચાવ - ચોખાનું પાણી કેંસરથી સુરક્ષા અપાવે છે.  વૈજ્ઞાનિકોનું માનવુ છે કે ચોખામાં ટ્યુમરને દબાવનારા તત્વ જોવા મળ્ય છે અને કદાચ આ આંતરાડાના કેંસરથી બચાવનુ એક કારણ છે. ଒
 
4. વાળ માટે લાભકારી - વાળ માટે ચોખાનુ પાણી ખૂબ લાભકારી હોય છે.  ચોખાના પાણીથી વાળને ધોવાથી વાળ ઘટ્ટ થવાની સાથે સાથે વાળમાં ચમક પણ કાયમ રહે છે. 
 
 
5. મગજ તેજ - ચોખાના પાણીથી મગજ તેજ અને શરીર શક્તિશાળી બને છે. આ ઉપરાંત ચોખાનું પાણી અલ્જામઈર રોગને રોકવામાં મદદ કરે છે.