રડવાના પણ ઘણા ફાયદા છે...? આ છે ચોંકાવનારા તથ્ય
હમેશા તમે ખડખડાટ હંસવાના હજાર ફાયદા સાંભળ્યા હશે . પણ રડવાના નામ પર બધા કહે છે કે રડવું એ નબળાઈની નિશાની છે. પરંતુ અનેક શોધ પછી એ સિદ્ધ થયું છે કે રડવું એ આપણા માનસિક આરોગ્ય માટે ખૂબ લાભકારી છે.
શોધ મુજબ, રડવાથી ભાવનાત્મક સંતુલન કાયમ રહે છે. જેમ કે ખુશીના સમયે હસવુ આવે છે , તેમજ મુશ્કેલીના સમયે રડવું પણ સ્વભાવિક ક્રિયા છે.
રડવાથી તનાવ પોતે છૂમંતર થઈ જાય છે. સાથે જ તનાવના કારણે અમારા શરીરમાં જામેલું ટોક્સિન રડ્યા પછી પોત-પોતે જ ધુલી જાય છે.
રડવાથી આપણી આંખોની સફાઈ થાય છે. આંખોમાં લાંબા સમયથી જામેલી ધૂળ અને પીપળા આપમેળે જ ધોવાય જાય છે.
આંસુઓથી આંખોની નમી કાયમ રહે છે. આંસુઓમાં લાઈજોજાઈમ એંજાઈમ હોય છે, જે આંખોના 90-95 ટકા કીટાણુઓને નષ્ટ કરે છે.
રડ્યા પછી ફીલ ગુડ હાર્મોંસના સ્ત્રાવથી મૂડ ઠીક થઈ જાય છે.
રડવાનો સૌથી મોટો ફાયદો છે કે આપણી અંદર ખરાબ સમયનો સામના કરવાની તાકત આવે છે. આથી ટેંશન કે પરેશાનીમાં ગુમસુમ રહેવાને બદલે સારુ રહેશે કે થોડુ રડી લો.