શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 28 સપ્ટેમ્બર 2015 (16:30 IST)

હેલ્થ - વેન્ટીલેટરનો ઉપયોગ કઇ રીતે જીવનરક્ષક સાબિત થાય છે

દર્દીની ગંભીર પરિસ્થિતિમાં વેન્ટીલેટર અને ક્રિટિકલ કેર પ્રાણવાયુ ફુંકે છે પરંતુ સમાજમાં વેન્ટીલેટર અને ક્રિટિકલ કેરની સારવાર અંગે અનેક અવઢવ અને ગેરમાન્યતા પ્રવર્તે છે ત્યારે આજે હેલ્થ અવેરનેસ કોલમનાં વેન્ટીલેટરનો ઉપયોગ કઇ રીતે જીવનરક્ષક સાબિત થાય છે તે વાત પર પ્રકાશ ફેંકવો છે.

વેન્ટીલેટર અંગે સમાજમાં ખરેખર 'વાઘ આવ્યો–વાઘ આવ્યો' જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. આવી પરિસ્થિતિ ઉભું થવાનું મુખ્ય કારણ અજ્ઞાનતા અને બીજાની અધકચરી વાતો ઉપર આંધળો વિશ્ર્વાસ મુકી દેવાની મનોવૃત્તિ છે. આજની તારીખે પણ સમાજમાં એવું જ માનવામાં આવે છે જે દર્દીને જીવનું જોખમ હોય ત્યારે જ વેન્ટીલેટરનો ઉપયોગ કરવામાં આવે છે જે સત્ય નથી. હકીકત એ છે કે અમુક દર્દીઓને આપવામાં આવતી દવાની અસર વધારવા માટે પણ વેન્ટીલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. વેન્ટીલેટરનું મુખ્ય કામ દર્દીના ફેફસાને આરામ આપી તેને જલ્દી સાજો કરવાનું છે. યાં સુધી દર્દી વેન્ટીલેટર ઉપર હોય ત્યાં સુધી તેના ફેફસાને સ્વસ્થ થવા માટે પૂરતો સમય મળી રહે છે.

વેન્ટીલેટર માટે વપરાતી ઇન્વેસીવ પધ્ધતિ એટલા માટે થોડી જોખમી છે કે આપણું શરીર બહારથી પ્રવેશતી કોઇ પણ વસ્તુને સીધે–સીધી સ્વીકારી લેવાને બદલે તેનો વિરોધ કરતું હોય છે અને ઇન્વેસીવ પદ્ધતિમાં વધુ સમય માટે વેન્ટીલેટરનો ઉપયોગ કરવાનો હોઇ દર્દીના મોઢેથી કે ગળાના ભાગે કાપો મુકી શ્ર્વાસનળી વાટે ફેફસા સુધી બીજી એક ટુબ ઉતારવી પડે છે. આ પ્રકારની સારવાર પહેલા થોડી જોખમી હતી પણ હવે નવા સાધનો અને પદ્ધતિને કારણે તેમાં જોખમનું પ્રમાણ નહિવત થઇ ગયું છે. હા, દર્દીનું શરીર જે પણ પ્રતિક્રિયા આપે તેને ઓળખીને તેનું નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે.

ઇન્વેસીવ વેન્ટીલેટર વખતે બોલી શકાતું નથી એટલે ઘણી વખત દર્દીમાં ચિડિયાપણું કે પોતાની વાત રજૂ કરવાની અશકિતને કારણે ગુસ્સો આવી જતો હોય છે. આ તકલીફને ધ્યાનમાં રાખીને અમુક વખતે ડોકટર દ્રારા દર્દી પાસે એક સગાને રહેવાની રજા આપવામાં આવે છે જેથી દર્દી તેના દ્રારા ડોકટર કે અન્ય સ્ફાફ સાથે વાત કરી શકે અથવા તો અમુક દર્દીને બેશુધ્ધ અવસ્થામાં રહે તેવી દવાઓ આપવામાં આવે છે.

એક ક્ષણ માટે આપણે વેન્ટીલેટર પ્રત્યેનાં આપણા ડર કે અંધશ્રધ્ધાને કાયમ રાખો, હવે તેના ઉપયોગ કર્યેા વગર ફેફસાની સારવાર કરવાનું વિચારી જુઓ. એક સામાન્ય માણસ પણ સમજી શકે કે ફેફસાને શરીરની કામગીરીથી છૂટ્ટા પાડા વગર આવું કરવું અશકય છે કારણ કે જો ફેફસા દ્રારા કે બીજા કોઇપણ સાધન દ્રારા લોહી સુધી ઓકિસજન પહોંચાડવામાં ન આવે તો વ્યકિતનું મૃત્યુ નિિત છે.

એક વખત દર્દીનુ શરીર વેન્ટીલેટરની સાથે એકરૂપ થઇ જાય પછી બહુ ખાસ તકલીફ પડતી નથી પણ ડોકટરે દર્દીને વેન્ટીલેટર ઉપરથી પાછો મૂળ પરિસ્થિતિમાં લાવતી વખતે અતિ ધીરજથી કામ લેવું પડે છે. દર્દી ઉપરથી વેન્ટીલેટર દૂર કરવાની પ્રક્રિયા કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવામાં આવે છે. વેન્ટીલેટર દૂર કરી મોનીટરિંગ ઇકિવપમેન્ટસ દ્રારા દર્દીના લોહીમાં ઓકિસજનનું પ્રમાણ, ફેફસા દ્રારા લેવાતો ઓકિસજનના જથ્થામાં માપ ઉપર નજર રાખવામાં આવે છે અને જો ડોકટરને સંતોષકારક પરિણામ લાગે તો પછી તેઓ ધીમે–ધીમે વેન્ટીલેટરનો સમય ઓછો કરતા જાય છે. આ આખી પ્રક્રિયાને 'વિનિંગ' તરીકે ઓળખવામાં આવે છે.

આમ વેન્ટીલેટર અંગે આટલી પ્રાથમિક માહિતી મેળવી લીધા પછી આપણે સમજી શકીએ છીએ કે વેન્ટીલેટરને કારણે દર્દીના શરીરમાં થતાં ફેરફાર માટે શરીરનું બંધારણને જવાબદાર છે. આજના સમયમાં રાખવામાં આવતી સાવચેતી અને સ્વચ્છતાને કારણે જોખમમાં સતત ઘટાડો થઇ રહ્યો છે સાથે–સાથે એટલી વાત ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે વેન્ટીલેટરનો ઉપયોગ માત્ર દર્દી ગંભીર હાલતમાં હોય અને જીવ બચાવવાનો હોય ત્યારે જ નહીં પણ તેની તબિયતમાં સુધારો થાય તેટલા માટે પણ થાય છે. હવે યારે પણ આપણા કે આપણી પરિચીત વ્યકિતના જીવનમાં કયારેય કોઇ અનિચ્છનીય બનાવ બને અને દર્દીને વેન્ટીલેટર ઉપર લેવાની જરૂર ઉભી થાય ત્યારે જરા પણ ગભરાયા વગર વિના સંકોચે ડોકટરને મળીને પરિસ્થિતિની સાચી જાણકારી મેળવી લેવી જોઇએ. જો આપણે આ બાબતે કોઇની મદદ કરીને તેની ચિંતામાં થોડો–ઘણો પણ ઘટાડો કરી શકીએ તો આવી સેવા નાની–સુની તો ન જ કહી શકાય