મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (18:40 IST)

Health Tips: વધુ મીઠુ ખાવાથી થઈ શકે છે આ ગંભીર બીમારીઓ, જાણો આખો દિવસમાં કેટલુ મીઠુ(Salt)ખાવુ જોઈએ.

કોઈપણ વસ્તુ વધુ માત્રામાં હોય તો નુકસાન કરે છે. તેમ ઓછી માત્રામાં હોય તો પણ તેના ગેરફાયદા હોય છે. આવું જ મીઠાની બાબતે પણ લાગુ પડે છે. મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડથી બનેલું મીનરલ છે. આપણે જાણીએ જ છીએ મીઠું આરોગ્ય અને સ્વાદ બંને બાબતે ખૂબ મહત્વપૂર્ણ છે. શરીરમાં મીઠાનું વધુ પ્રમાણ સ્વાસ્થ્ય માટે નુકશાનદાયી સાબિત થઇ શકે છે. આ હાઇ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. એટલા માટે હાઇપરટેન્શનના દર્દીઓએ સાવધાની સાથે તેનો ઉપયોગ કરવો જોઇએ. આટલું જ નહીં. મીઠું કિડની સાથે સંકળાયેલ કેટલાય પ્રકારના રોગોનું પણ કારણ બની શકે છે. કેટલાક અભ્યાસ અનુસાર, મીઠાથી ઇમ્યૂન સિસ્ટમ પણ ખરાબ થાય છે. મીઠું કિડની સાથે સંકળાયેલ કેટલાય પ્રકારના રોગોનું પણ કારણ બની શકે છે. કેટલાક અભ્યાસ અનુસાર, મીઠાથી ઇમ્યૂન સિસ્ટમ પણ ખરાબ થાય છે. 
 
- વિશેષજ્ઞો મુજબ જો તમને સ્વસ્થ રહેવુ છે તો આખો દિવસમાં ફક્ત 2300 મિલીગ્રામ મીઠુ જ ખાવુ જોઈએ 
 
- જો આપણે આ વાત પર ધ્યાન નહી આપીએ કે આપણે કેટલુ મીઠુ ખાઈએ છીએ તો આપણને બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીના શિકાર બનવુ પડે છે. 
 
- મીઠું વધુ પડતું લેવાથી બ્લડ પ્રેશર, સ્ટમક કેન્સર, ઓબેસિટી, વજન વધવું અને દમ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. તમને જાણીને શોક લાગશે કે કાચા મીઠાનો ઉપયોગ તમને હૃદયની બીમારીથી લઈને કીડની સુધીની સમસ્યા લાવી શકે છે. આરોગ્ય નિષ્ણાંતો મુજબ કાચુ મીઠું સર્કુલેટરી સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ બંનેને નુકસાન પહોંચાડે છે.
 
-  મોટાભાગે લોકો લંચ-ડિનરમાં જમવાની સાથે પાપડ, અથાણું, સોસ, ચટણી અથવા નમકીન ખાવાનું ક્યારેય નથી ભૂલતાં. આ વસ્તુઓમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે. આ સ્વાદ તો વધારી આપે છે પરંતુ બ્લડ પ્રેશર માટે જોખમી છે. એટલા માટે તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. 
 
-  કેટલાક લોકો શાકભાજીઓ ઉપરાંત પણ ખાવાની કેટલીય વસ્તુઓમાં મીઠું નાંખતા હોય છે. ચોખા, ઢોંસા, રોટલી, પૂરી અથવા સલાડને મીઠું નાંખ્યા વગર પણ ખાઇ શકાય છે. આ વસ્તુઓમાં મીઠું નાંખવાથી તેની નેચરલ મિઠાસ ઓછી થઇ જાય છે. 
 
-  ઉપરથી મીઠું નાખવાથી તેમાં રહેલું આયરન પચતું નથી અને આરોગ્યની અનેક તકલીફ થાય છે. જ્યારે મીઠાને પહેલાથી ખાવામાં નાખીને પકાવવામાં આવે છે ત્યારે તેમાં રહેલા આયરનનું સ્ટ્રક્ચર સરળ થઈ જાય છે અને પચવામાં સહેલું રહે છે. જ્યારે કાચા મીઠામાં આયરન સ્ટ્રક્ચર જેમનું તેમ રહેતા શરીર પર દબાણ કરી બ્લડ પ્રેશર અને હાયપર ટેન્શન વધારે છે