ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

નાની રાઈમાં છે ચમત્કારિક ગુણ, વાંચો 15 ફાયદા

Health tips of  Black mustard seeds
- રાઈનો મુખ્ય ગુણ પાચક હોય છે. 
- પેટના કૃમિ તેનો પાણી પીવાથી મરી જાય છે. 
- રાઈ વાટીને તેથી સાથે મધ મિક્સ કરી સૂંઘવાથી શરદીમાં આરામ થાય છે. 
- રાઈના તેલમાં એકદમ ઝીણું મીઠુ ભેળવીને મંજન કરવાથી પાયરિયાના રોગનો નાશ થાય છે.
- આંખમાં આંજણી થાય તો રાઈનું ચૂર્ણ ઘીમાં મેળવી આંખની પાપણ પર ફોલ્લી હોય ત્યાં લગાવવાથી તરત રાહત મળે છે. 
- દાંતમાં દુખાવો હોય તો રાઈને થોડી શેકી લો અને ગરમ હૂંફાળા પણીમાં રાઈ મેળવી કોગળા કરવાથી રાહત રહે છે.
- વાર વાર તાવ આવ્યા કરતો હોય તો 4-5 ગ્રામ રાઈનું ચૂર્ણ મધમાં મેળવી સવારે ખાવાથી તાવમાં રાહત મળે છે.
- ગભરાહટ જેવું હોય ત્યારે પગ અને હાથમાં રાઈ ઘસવાથી ફાયદો થાય છે. 
- રાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખાતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે. 
- રાઈના લેપથી સોજો ઉતરી જાય છે. 
- રાઈ લેપમાં  કપૂર મેળવી કપાળ પર લગાડવામાં આવે તો માથાના દુખાવામાં ઝડપથી આરામ મળે છે. 
- ચપટી રાઈનું ચૂરણ પાણીમાં ભેળવી બાળકોને આપવાથી તે રાતમાં પથારી પર પેશાબ કરવાનું બંધ કરી દે છે.
- જો કોઈ વ્યક્તિને સતત ઝાડા થઈ રહ્યા હોય તો હથેળીમાં થોડી એવી રાઈ લઈને હળવા હુંફાળા પાણી સાથે રોગીને પીવડાવામાં આવે તો ઘણો આરામ મળે છે. માનવામાં આવે છે કે રાઈ ઝાડાને રોકવામાં સક્ષમ હોય છે
-રાઈને ઘોળીને માથા પર લગાવવાથી માથાની ફોડકી અને વાળનું ખરવું પણ બંધ થઈ જાય છે. ડાંગના હર્બલ જાણકારો અનુસાર એવું કરવાથી માથાનો ખોડો પણ દૂર થઈ જાય છે.
-ગરમ પાણીમાં રાઈને નાંખવાથી રાઈ ફુલી જાય છે અને તેના ગુણ પાણીની અંદર પહોચી જાય છે. આ પાણીને નવાયું સહન કરી શકાય તેટલુ ટબમા લઈને કમર સુધી ભરીને બેસવાથી બધા જ પ્રકારના યૌન રોગ પ્રદર, પ્રમેહ વગેરેમાં સારો એવો સુધારો થઈ જાય છે.