Health Tips : ઓછી કેલોરીવાળી શિમલા મરચા ઘટાડે છે વજન.. તેના 6 ફાયદા પણ જાણો

shimla mirch
Last Modified મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (00:42 IST)
-
જો તમે તમારા વજનને લઈને ચિંતામાં છો તો શિમલા મરચા તમારે માટે ખૂબ જ લાભકારી છે. તેમા ઘણી ઓછી માત્રામાં કૈલોરી હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેને ખાવાથી મેટાબોલિજ્મ ઝડપી થાય છે.

- તાજા લીલા શિમલા મરચામાં વિટામિન એ, વિટામિન-સી, વિટામિન-કે અને ફાઈબર વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે આરોગ્ય માટે અનેક રીતે લાભકારી છે.

- જો તમારા ઘૂંટણે અને સાંધામાં સમસ્યા છે તો શિમલા મરચાનુ સેવન કરો. તેનુ નિયમિત રૂપે સેવન કરવાથી ગઠિયાની સમસ્યામાં પણ લાભ થય છે.

- શિમલા મરચામાં એંટીઓક્સીડેટ્સ, સોજાને ઓછા કરનારા તત્વ અને સલ્ફર વગેરે ભરપૂર માત્રામાં હોય છે. જેને કારણે તે કેંસર જેવી બીમારીની રોકથામમાં પણ પ્રભાવી છે.

- જો આયરનની કમી છે તો શિમલા મરચાનુ નિયમિત સેવન ખૂબ જ લાભકારી છે. તેમા રહેલ વિટામીન-સી આયરનને શોષવામાં મદદરૂપ છે.

- ડાયાબિટીઝ કંટ્રોલ કરવા માંગો છો તો પણ શિમલા મરચુ ખાવ. આ બ્લડ શુગરના સ્તરને કાયમ રાખે છે અને ડાયાબિટીસથી શરીરની રક્ષા કરે છે.



આ પણ વાંચો :