શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 20 ડિસેમ્બર 2023 (13:47 IST)

Heart Care - હૃદય દર્દીઓ, શિયાળામાં સાચવજો!

Heart Care
ઠંડી વધતા દિલ પર અસર થાય છે, તેથી શિયાલામાં તમારા દિલનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે.  શિયાળાની ઋતુ આરોગ્ય માટે સારી હોય છે  પણ દિલના દર્દીઓને હાર્ટ અટેક આવવાની શકયતા આ ઋતુમાં વધુ હોય છે. એક અનુમાન મુજબ શિયાળામાં હાર્ટ અટેકનો ખતરો ગર્મીની ઋતુની સરખામણીમાં લગભગ 53 ટકા વધી જાય છે. તેથી તમારા ખાનપાન, દિનચર્યામાં આ દિવસનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. 
 
સામાન્ય ન સમજશો હાથ કે જબડાનો દુખાવો 
 
હાર્ટ અટેક દરેક સમય છાતીમાં દુખાવા સાથે જ આવે એ જરૂરી નથી. અનેક વધુ લક્ષણ એવા છે જેને લોકો મોટેભાગે હળવાશમાં લે છે.  જેવુ કે જો ખભા કે હાથમાં દુખાવા થાય તો આપણે અનેકવાર એવુ સમજીએ છીએ કે  કદાચ ખોટી રીતે સૂવાને કારણે આવુ થયુ છે તો આવુ નથી. અનેકવાર ખભા અને હાથમાં દુખાવો થવાની સાથે જ કમર, જબડુ કે ગળામાં દુખાવો થવો એ પણ હાર્ટ અટેકનુ લક્ષણ છે.  ઘણીવાર સામાન્ય લોકો આ લક્ષણોને સમજી શકતા નથી, ઘણી વખત તેઓ દાંતના ડૉક્ટર પાસે એવું વિચારીને જાય છે કે દાંતમાં દુખાવો શરદીને કારણે છે. જો કે, આ લક્ષણો ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળતા નથી. હૃદયરોગના હુમલાના આ લક્ષણો દરમિયાન પણ દર્દીને બને તેટલી વહેલી તકે ડિસ્પ્રિનની ગોળીઓ આપવાથી ફાયદો થાય છે. આ લોહીના ગંઠાતુ નથી.  તે લોહીને પાતળુ કરવાની પ્રક્રિયાને પણ શરૂ કરે છે.
 
શિયાળાની ઋતુમાં હાર્ટ ડિસીઝનો ખતરો વધુ 
શિયાળાની ઋતુમાં હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. શિયાળામાં આપણા શરીરના સિમ્પથેટિક સિસ્ટમને ઉત્તેજીત કરે છે. જેનાથી હાર્ટમાં લોહીનો પ્રવાહ ઘણો વધી જાય છે. સાથે જ ઘડકન વધી જાય છે.  તેનાથી હ્રદય પર વધુ કામ કરવનુ દબાણ પડે છે. જેનાથી હાર્ટ અટેક થવાનો ખતરો વધી જાય છે. તેથી આ જરૂરી છે કે શિયાળામાં ખૂબ જલ્દી સવારે ફરવા ન જશો. હાર્ટના દર્દીઓ માટે જરૂરી છે કે તેઓ ગરમ કપડા પહેરીને અને થોડો તડકો નીકળે પછી જ વ્યાયામ કરે. 
 
કોલેસ્ટ્રોલની સાથે સુગરને કંટ્રોલમાં રાખો.
ઘણીવાર લોકો વિચારે છે કે માત્ર ચરબીયુક્ત ખોરાક ખાવાથી હૃદય રોગનું જોખમ વધે છે, પરંતુ તાજેતરના સંશોધનો દર્શાવે છે કે ચરબીયુક્ત ખોરાક કરતાં વધુ કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે વધુ ખાંડવાળો ખોરાક હૃદય રોગનું જોખમ વધારે છે. તેથી, આહારમાં ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ નિયંત્રિત કરીને, આપણે હૃદયના રોગોથી સુરક્ષિત રહી શકીએ છીએ.
 
3 હાર્ટ એકેટના લક્ષણો ઓળખો - કોઈપણ પ્રકારના છાતીમાં દુખાવો, અત્યાધિક પરસેવો કે શ્વાસ ફુલી જાય તો સતર્ક થઈ જાવ. હાર્ટ ડિસીજના દર્દી ઈમરજેંસી મેડિસિન જેવી કે જીભ નીચે રાખવામાં આવતી નાઈટ્રેટ પોતાની સાથે સાખે અને તરત જ જરૂર મુજબ ઉપયોગ કરો. 
 
1. શિયાળામાં સામાન્ય રીતે લોકો વધુ ભોજન એક જ સમયે કરી લે છે જેનાથી હાર્ટ પર દબાણ ખૂબ વધી જાય છે. સારુ રહેશે કે તમે નિયમિત અંતરે અને ઓછી માત્રામાં ખાવ 
2 યોગ્ય ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરો. તમારી જાતને ઠંડીથી બચાવો, મોટાભાગે ઘરની અંદર જ રહો. સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરવું હૃદય માટે જોખમી બની શકે છે. તેથી, હુંફાળા પાણીથી સ્નાન કરો.
3 હૃદયરોગના હુમલાના લક્ષણોને ઓળખો. કોઈપણ પ્રકારનો છાતીમાં દુખાવો, વધુ પડતો પરસેવો કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો સાવધાન રહો. હ્રદયરોગના દર્દીઓએ પોતાની સાથે સબલિંગ્યુઅલ નાઈટ્રેટ જેવી ઈમરજન્સી દવા રાખવી જોઈએ અને જરૂરિયાત મુજબ તરત જ તેનો ઉપયોગ કરવો જોઈએ.