શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2014 (14:13 IST)

Health -Tips : કાનમાં થતાં દુખાવાના ઘરેલુ ઉપાય

કાનમાં થતાં દુ:ખાવાના ઘણા કારણ હોઈ શકે છે. જેમ કે કાનમાં મેલ એકત્ર થવો. કાનની અંદર પાણી જવું, કાનની સફાઈ ખોટી  રીતે કરવી, કાનનો પડદો ખરાબ થવો વગેરે. કાનને સાફ કરવા માટે કૉટન સ્લેબનો પ્રયોગ ખોટી રીતે કરવો એ પણ કાનમાં દુ:ખાવાનું કારણ બને છે. કાનને સાફ કરતી વખતે કોઈ પણ અણીદાર વસ્તુનો પ્રયોગ ન કરવો જોઈએ.કાનના દુ:ખાવા ને નજરઅંદાજ ન કરવુ  જોઈએ. કોઈ પણ સારા ડૉકટરની સલાહ લેવી જોઈએ. 
 
* કાનમાં થતાં દુ:ખાવા માટે આદુંનો રસ કાઢી કાનમાં નાખવાથી દુ:ખાવાથી રાહત મળી જાય છે.
 
* મીઠાને સારી રીતે ગરમ કરી કોઈ કાપડમાં બાંધી કાનના દુખાવાની  જ્ગ્યા પર રાખવાથી કાનના દુ:ખાવાથી છુટકારો મળી જાય છે. 
 
* જેતુનનું  તેલ કાનના દુ:ખાવાથી રાહત આપવામાં મદદગાર સિદ્ધ થાય છે. 
 
* તમારા ભોજનમાં વિટામિન સી થી ભરપૂર ચીજોનો સેવન કરવાથી કાનના દુ:ખાવાથી રાહત મળી જાય છે. 
 
* જો કાનમાં મેલ એકત્ર થઈ જાય તો કાટન સ્લેબને કાનના વધારે અંદર અને આથી વધારે જોરથી સફાઈ ન કરવી જોઈએ. 
 
* ડુંગળીનો  રસ કાઢી રૂની મદદથી કાનમાં થોડા ટીંપા નાખવાથી કાનના દુ:ખાવાથી રાહત મળી જાય છે.
 
* તુલસીની તાજી પાંદડીઓ રસ કાઢી કાનમાં થોડા ટીંપા નાખવાથી પણ કાનના દુ:ખાવાથી રાહત મળી જાય છે.
 
* સરસવના તેલને થોડું ગરમ કરી કાનમાં નાખવાથી કાનમાં થતાં દુ:ખાવાથી રાહત મળે છે.