શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 4 એપ્રિલ 2024 (00:13 IST)

યુરિક એસિડથી પરેશાન છો તો તમારા ડીનરમાં આ વસ્તુઓનો કરો સમાવેશ, તમને સાંધાના દુખાવામાં જલ્દી મળશે રાહત

Uric Acid
વધેલું યુરિક એસિડ આપણા શરીર પર ખરાબ અસર નાખે છે. યુરિક એસિડ વધવાથી થનારા રોગોમાં સંધિવા, શુગર, હાર્ટ અને કિડની સંબંધિત સમસ્યાઓ સામાન્ય છે. જો આપણે સમય રહેતા વધતા યુરિક એસિડમાં વિશે જાણ ના થાય તો  તેનાથી સંબંધિત ઘણી સમસ્યાઓ થવા લાગે છે. યુરિક એસિડ વધવાથી થતી સમસ્યાઓ પાછળથી મોટી બીમારીઓનું કારણ બની જાય છે. તેથી આપણે આપણી લાઈફસ્ટાઇલ અને ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું પડશે.
 
યુરિક એસિડ શું છે?
યુરિક એસિડ આપણા બ્લડમાં રહેલ  એક રસાયણ હોય છે જેને પ્યુરીન કહેવામાં આવે છે. યુરિક એસિડનું સ્તર વધવાથી સંધિવા જેવી સમસ્યા થાય છે. આ સ્થિતિમાં લોકો પગમાં સોજાની ફરિયાદ કરે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે શરીરના સાંધામાં મોટી માત્રામાં યુરેટ ક્રિસ્ટલ એકઠા થાય છે, ત્યારે તે પીડાનું કારણ બને છે. સાથે જ યુરિક એસિડનું સ્તર વધવાથી કિડનીમાં પથરી થઈ શકે છે અને તે નેફ્રોપથી અથવા કિડની ફેલ્યોરનો સંકેત પણ હોઈ શકે છે.
 
યુરિક એસિડ વધવાની સ્થિતિમાં રાત્રે કરો આનું સેવન 
રાત્રે જમ્યા પછી આરામ લેવામાં આવે છે. જેના કારણે મેટાબોલિક એક્ટિવિટી વધે છે. તેથી, આપણે એવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ જે આપણા શરીરમાં પ્યુરિનનું પ્રમાણ વધારે છે. દૂધ અને ઈંડામાં પ્યુરિનનું પ્રમાણ ઓછું હોય છે અને તેથી તેનો આહારમાં સમાવેશ કરી શકાય છે. આ સાથે, પ્લાન્ટ પ્રોટીન, ડેરી ઉત્પાદનો અને માછલીનો પણ આહારમાં સમાવેશ કરી શકાય છે. તમે કોફીનું સેવન પણ કરી શકો છો કારણ કે તે યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તમે વિટામિન સીથી ભરપૂર વસ્તુઓનું પણ સેવન કરી શકો છો.