શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 28 સપ્ટેમ્બર 2015 (17:03 IST)

ઇન્ફેકશન - ઇન્ફેકશનથી બચવા શું કરી શકો ?

ઇન્ફેકશન એ આપણા દેશમાં જાન લેવા બિમારીઓમાં અગ્રીમ સ્થાનમાં આવે છે. અલગ-અલગ ઋતુમાં અલગ-અલગ વાઇરસ અને બેકટેરિયાના કારણે અલગ-અલગ નામથી જાણીતા ઘણા જાન લેવા ઇન્ફેકશન થતાં હોય છે જેમ કે ચોમાસા પછી મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા વધારે જોવા મળે છે. ઠંડી ઋતુઓમાં સ્વાઇન ફલૂ અને ન્યુમોનિયાના દર્દી વધી જાય છે. ગરમીની ઋતુમાં ટાયફોઇડ, ડાયેરિયા, આંતરડાના ઇન્ફેકશન, વાઇરલ પેન્કીએયટીસ વગેરે વધારે પ્રમાણમાં થાય છે.

આ બધા ચેપ, ચેપી રોગોને જો સમયસર કાબૂ કરવામાં ના આવે તો વ્યક્તિની હાલત ગંભીર થઇ શકે અને ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવા પડે છે અને પછી જીવન-મરણ વચ્ચેનો જંગ ચાલે છે. જે જોખમી, પીડાદાયક અને ખચર્ળિ રહે છે. આથી આ રોગોને શઆતમાં જ કાબૂ કરવા અથવા તેનાથી બચવું એ જ સમજદારીનું કામ છે.

ઇન્ફેકશનથી બચવા કરી શું કરી શકો ? 

કોઇ પણ વાઇરસ કે બેકટેરિયાને જો આપણા શરીરમાં પ્રવેશ મળે અને આપણું શરીર તેનું નાશ ના કરી શકે તો તે વાઇરસ આપણા શરીરમાં ફેલાઇ ઇન્ફેકશન તથા ઇન્ફેકશનનું અતિશય ગંભીર પ ધારણ કરી શકે જેનાથી વ્યક્તિના અવયવો ખરાબ થઇ શકે જેને મલ્ટીઓર્ગન ફેલિયર કહે છે. આથી વાઇરસ શરીરમાંથી ફેલાય ના શકે એ માટે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવી એ સૌથી મહત્વનું અને જરી છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના પગલાં

સારો અને પોષ્ટિક આહાર લેવાથી શરીરનું કાર્યતંત્ર સકુશળ ચાલે છે અને ચેપી તથા અન્ય કોઇ પણ રોગ સામે લડવાની ક્ષમતા વધે છે. ખોરાકમાં કઠોળ, ફ્રટ, શાકભાજી, દૂધ, દહીં, છાશ વગેરેનું પ્રમાણ વધારે રાખવું જોઇએ. ઘી, તેલ, માખણ, અનાજ પ્રમાણસર લેવા જોઇએ કારણ કે શરીરના કાર્યતંત્ર માટે ચરબીવાળો ખોરાક પણ થોડા પ્રમાણમાં જરી હોય છે. તળેલું, ફરસાણ અને ફાસ્ટફ્રડ ન લેવા જોઇએ.

આ ઉપરાંત ઋતુ પ્રમાણે પણ ખોરાકમાં ફેરફાર કરવા જેમ કે ઠંડી ઋતુમાં ગરમ પીણા, રાબ, સુપ લેવાય તથા ગરમ ઋતુમાં જ્યુશ, છાશ, લીંબુપાણી લેવાય. રોગ પ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે આપ્ના ડોકટરની સલાહ હોય તો અને તો જ અમુક મલ્ટીવિટામીન અને મીનરલસની કેપ્શ્યુલ પણ લઇ શકાય.

વ્યાયામ તથા યોગાસન નિયમિત કરવાથી શરીરમાં શક્તિ અને સ્ફુર્તી વધે છે અને આ પણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
અલગ-અલગ ઇન્ફેકશન સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે રસી આવતી હોય છે. જે આપ્ના નિષ્ણાત ડોકટર (ક્રિટિકલ કેર ફિઝિશયન)ના માર્ગદર્શન પ્રમાણે લઇ શકો છો. રસી ફકત બાળકો માટે જ હોય છે એ માન્યતા ખોટી છે અને જૂની છે. અત્યારે મોટા લોકો માટે ઘણી બધી રસીઓ આવે છે કે જે ન્યુમોનિયા, સ્વાઇન ફલૂ, ટાઇફોઇડ, મેનીન્જાયટીસ, હીપેટાઈટીઝ વગેરે ગંભીર ઇન્ફેકશન સામે સંરક્ષણ આપે છે પરંતુ આ રસી દરેકે લેવાની જર ન હોય તેથી આપ્ને કઇ રસી લેવાથી ફાયદો થશે તે આપ્ના ક્રિટિકલ કેર ફિઝિશયન માર્ગદર્શન આપી શકે.

આ ઉપરાંત જો આપ્ને કોઇ બિમારી હોય જેમ કે ડાયાબીટીસ, કિડની, લીવરના રોગ, હૃદય-ફેફસાનો રોગ કે બીજી કોઇ બિમારી તો તેની નિયમિત અને યોગ્ય સારવાર લેવી ખુબ જ જરી છે. મોટા ભાગે ઇન્ફેકશનો આવા બિમાર વ્યક્તિઓમાં વધુ ઝેરી અને ગંભીર સ્વપ લે છે.

આ ઉપરાંત ચોખ્ખાઇ એ ખુબ જ જરી છે જેથી આપણા શરીરમાં વાઇરસને પ્રવેશ મળે જ નહીં. ચોકકખાઇને લગતા સામાન્ય નિયમો જેમ કે હાથ ધોવા, ચોખ્ખી પ્રદૂષણ વગરની હવા વગેરેનું પાલન કરવા ઉપરાંત ઘરની બહારની કોઈ ખાદ્ય સામગ્રી ખાવી પડે તો તેનું ખાસ ધ્યાન રાખવું જેમ કે આ ખાદ્ય ચીજ રાંધેલી હોવી જોઈએ. જયારે આપણે બહાર નીકળીએ ત્યારે ચા અથવા દાળ-ભાત વગેરે ખોરાક ગરમ થયા વગરનો ન લેવો. ઈન્ફેકશનથી બચવા બહાર શેરડીનો રસ, લીંબુપાની, સલાડ કે ફ્રટ ડીશ લેવી ન જોઈએ. જો કોઇ વ્યક્તિ ઇન્ફેકશનથી પીડાતું હોય તો તે વ્યક્તિનો ચેપ આપ્ને ન લાગે તે માટેની સલાહ આપ્ના ડોકટર પાસેથી અચુક લેવી.

ઉપર મુજબની કાળજી રાખવા છતાં જો કોઇને ઇન્ફેકશનની બિમારી થાય અને તેના લક્ષણો આવે (તાવ, કળતર, ઉધરસ, પેટનો દુખાવો, માથાનો દુખાવો) તો તેની સારવાર લેવામાં જરા પણ વિલંબ કરવો ન જોઇએ કારણ કે સારવાર કરવામાં જેટલું મોડું થશે એટલો વધુ સમય વાઇરસને શરીરમાં ફેલાયને ગંભીર રોગ ધારણ કરવા માટે મળશે. 
આથી કોઇ પણ બિમારીમાં યોગ્ય ડોકટરની સલાહ અને સારવાર લેવી જરી છે.