બુધવાર, 3 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (11:57 IST)

શુ કૂકરમાં બનેલી દાળ આરોગ્ય માટે ખતરનાક છે થઈ જાય છે આ રોગ

dal made in the cooker
પ્રેશર કૂકરમાં દાળ રાંધવાથી યુરિક એસિડ વધે છે
 
જે ફૂડ આઈટમમાં પ્યુરિન કંટેટ હોય છે તેણે ખાવાથી યુરિક એસિડ વધે છે. જેમ કે શી ફૂડસ, રેટ મીટ પણ દાળમાં આટ્લુ પ્યુરિન નથી કે તેને ખાવાથી યુરિક એસિડ વધી જશે. 
 
દાળની ઉપર ફીણ આવવી જરૂરી છે 
 
તમારી જાણકારી માટે જણાવીએ કે દાળની ઉપર જે ફીણ બને છે તે સેપોનિન પ્રોટીન અને સ્ટાર્ચને કારણે થાય છે. આ સેપોનિન કઠોળમાં મર્યાદિત માત્રામાં જોવા મળે છે. આ આપણા શરીર માટે જોખમી નથી. કારણ કે તે આપણા માટે એન્ટીઓક્સીડેન્ટ જેવું કામ કરે છે. જો તમે પ્રેશર કૂકરમાં દાળ રાંધતા હોવ તો આ ફીણ કાઢવાની જરૂર નથી.
 
વધેલા યુરિક એસિડને કરવુ છે કંટ્રોલ તો કરો આ કામ 
 
શરીરમાં યુરિક એસિડ વધેલુ છે તો તમે શરૂઆત પાણીથી કરો. ક્યારે પણ અવસર મળે ખૂબ પાણી પીવું. 
 
ભોજનને કંટ્રોલ કરવું. ખાતા સમયે આ વાતની કાળજી રાખવી કે તમે કેટલુ અને શું ખાઈ રહ્યા છો જેથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે. 
 
કેટલીક દાળોમાં પ્યુરીનની માત્રા ઓછી હોય છે. દાળ ખાતી વખતે લીલા કે ભૂરા રંગની દાળ પસંદ કરો, તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.