ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 11 નવેમ્બર 2019 (15:51 IST)

Health - યાદશક્તિ ઓછી કરી શકે છે મોડા સુધી કામ કરવું .....

લાંબા સમય  સુધી કામ કરી તમે વધારે પૈસા તો કમાવી શકો છો ,પણ આ તમારા મગજ પર પ્રતિકૂળ અસર કરે છે. આનાથી તમારા મગજના કામ કરવાની શક્તિ ઓછી થઈ શકે છે અને તમારી યાદ શક્તિ નબળી થઈ શકે છે,  આ વાત એક શોધમાં સામે આવી છે. શોધકર્તાઓએ જણાવ્યું કે લાંબા સમય સુધી કામ કરવાથી શરીરની ગતિવિધિમાં અવરોધ આવે છે જે શારીરિક તણાવ ઉત્પન્ન કરે છે. જે તમારા મગજની ગતિવિધિને પ્રભાવિત કરી શકે છે. 

ભારે જોખમવાળી સ્થિતિઓમાં રાતે નોકરીની વધતી સંખ્યા માણસની સુરક્ષા ,પણ પૂરા સમાજની સુરક્ષાને પ્રભાવિત કરી શકે છે. એક શોધ પ્રમાણે જો લોકો લાંબા સમય સુધી કામ કરવાનું બંધ કરે તો તે નબળી યાદશક્તિની સમસ્યાથી છુટકારો મેળવી શકે  છો. પણ એમાં પાંચ વર્ષનો  લાંબો સમય લાગશે. 
 
શોધકર્તાઓએ આ પ્રક્રિયામાં જે જુદા-જુદા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હતા. કે સેવાનિવૃત થઈ ગયા હતા તેનની  જ્ઞાનશક્તિની ક્ષમતા પર નજર રાખી અને જણાવ્યું કે જે લોકો શિફ્ટમાં કામ કરતા હતા કે પછી જેણે શિફ્ટ ડ્યુટી કરી હતી તેમની યાદશક્તિ અને મગજની કાર્ય કરવાની શક્તિ સામાન્ય સમયમાં કામ કરતા લોકો કરતા ઓછી હતી.