મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 26 નવેમ્બર 2021 (09:08 IST)

Migrane - માઈગ્રેનથી પરેશાન છો આ રીતે કરો તેના ઉપચાર

બધા જ જાણે છે કે માઈગ્રેનમાં થનારો માથાનો દુ:ખાવો કેટલો ભયંકર હોય છે. આ દુ:ખાવો અચાનક જ શરૂ થાય છે અને તેની જાતે જ બંધ પણ થઈ જાય છે. આના શરૂ થવાના કોઈ ખાસ લક્ષણ દેખાતા નથી અને તે પણ કહી નથી શકાતુ આ દુ:ખાવો કેટલી વાર સુધી રહેશે.
 
આના નિવારણ માટે ડોક્ટર દ્વારા ઘણી દવાઓ આપવામાં આવે છે જે આપણા શરીરને નુકશાન પણ પહોચાડી શકે છે. આને સતત લેતા રહેવાથી આ દવાઓની શરીરને આદત પણ થઈ જાય છે. આ બિમારી માટે ઘણાં ઘરેલુ ઉપચાર પણ કરી શકાય છે. જે નીચે મુજબ છે-
 
માથાની માલિશ-
હાથના સ્પર્શ દ્વારા મળનારો આરામ અને પ્રેમ કોઈ પણ દવા કરતાં વધારે અસર કરે છે. આ દુ:ખાવામાં જો માથુ, ગરદન, અને ખભાની માલિશ કરવામાં આવે તો આ દુ:ખાવામાં ઘણી મદદ મળી શકે છે. તેને માટે તમે હલ્કી સુગંધવાળા અરોમાતેલનો ઉપયોગ કરી શકો છો.
 
ધીમી ગતિએ શ્વાસ લો-
 
પોતાની શ્વાસની ગતિને થોડીક ધીમી કરી લો. લાંબા શ્વાસ લેવાનો પ્રયત્ન કરો. આ રીત તમને દુ:ખાવાની સાથે થનાર બેચેનીથી તમને રાહત અપાવશે.
 
ઠંડા અને ગરમ પાણીની મસાજ-
 
એક ટોવેલને ગરમ પાણીમાં ડુબાડીને તે ગરમ ટુવાલ વડે દુ:ખાવાવાળી જગ્યાની માલિશ કરો. ઘણાં લોકોને ઠંડા પાણી દ્વારા કરવામાં આવતી આ રીતની માલિશ દ્વારા પણ આરામ મળે છે. તેના માટે તમે બરફના ટુકડાઓનો પણ ઉપયોગ કરી શકો છો.
 
અરોમા થેરાપી-
અરોમા થેરાપી માઈગ્રેનના દુ:ખાવાથી રાહત આપવા માટે આજકાલ વધારે પસંદ કરવામાં આવે છે. આ રીતમાં હર્બલ તેલ વડે એજ ટેકનીકની માધ્યમથી હવામાં ફેલાઈ દેવામાં આવે છે. કે પછી આને બાફ દ્વારા ચહેરા પર લેવામાં આવે છે. આની સાથે હલવું મ્યુહીક પણ ચલાવાવામાં આવે છે જે મગજને શાંતિ આપે છે.