શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Festival of Sleep Day- Before Going To Sleep - સૂતા પહેલા ભૂલથી પણ ન કરશો આ કામ

sleeping
આખો દિવસ આપણે એવા કામમાં એવા ડૂબી જઈએ છીએ કે શરીર પર ધ્યાન આપી શકતા નથી. સવારે વહેલા ઉઠી જવું. જલ્દી નાહ્યા પછી તૈયાર થઈને નાસ્તો-ભોજન  બનાવવુ અને પછી નોકરી કે ધંધામાં દોડવું. આ વહેલી સવારનો નિત્યક્રમ છે. જેમાં બાળકોથી લઈને પુરૂષો અને ઘરેલું મહિલાઓ પણ સામેલ છે. બાળકો અને ઘરના પુરુષોને તૈયાર કરવામાં સ્ત્રીઓ પોતે જ એક મશીન બની જાય છે. 
 
માણસ બની ગયો છે મશીન 
 
સવાર પછી ઘર, ઓફિસ કે દુકાનના કામમાં વ્યસ્ત રહીએ છીએ. આજકાલ વર્કિંગ કલ્ચર બદલાયું ગયુ છે. ઓફિસોમાં 8-9 કલાક સતત કામ કરવું પડે છે. ઓફિસના ટાર્ગેટ પૂરા કરવા માટે તેઓ મશીન જેવા અટવાયેલા રહે છે. ભાગ્યે જ કોઈને યાદ હશે કે તેણે શું ખાધું અને કેવી રીતે ખાધું. કામથી કંટાળીને આપણે થાકી હારીને ઘરે પરત ફરીએ છીએ. ઘરે પાછા ફર્યા પછી પણ શાંતિ ક્યાં મળે છે? આપણે ટીવી કે મોબાઈલની સ્ક્રીન પર આંખો ડૂબાડીને આપણે જમીએ છીએ અને પછી બેડ પર જઈને પસરી જઈએ છીએ. 
 
બદલતા વર્કિંગ કલ્ચરે વધારી બીમારી 
 
આનુ જ પરિણામ છે કે આપણે નાની ઉંમરમાં જ નવા-નવા રોગો સામે ઝઝૂમી રહ્યા છીએ. તેમાંથી, સ્થૂળતા(વધતુ વજન)  એક એવો રોગ છે, જે આજની કાર્ય સંસ્કૃતિનું પરિણામ છે અને સમાજનો દરેક વર્ગ, પછી તે બાળક હોય કે કિશોરો, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, સ્થૂળતા સામે ઝઝૂમી રહ્યો છે. સ્થૂળતા કોઈ રોગ નથી, પરંતુ તેના કારણે આપણું શરીર રોગોનું ઘર બની જાય છે.
 
શરીર પર નથી આપતા ધ્યાન 
 
એકંદરે, આખા 24 કલાકમાં, આપણે આપણા શરીરના કપડાં અને મેકઅપ પર ધ્યાન આપીએ છીએ, પરંતુ આપણું શરીર અંદરથી કેવું છે, તેને શું જોઈએ છે અને આપણે તેને શું આપીએ છીએ તેના પર આપણે બિલકુલ ધ્યાન આપી શકતા નથી. એટલા માટે એ જરૂરી છે કે તમે જે શરીર પર આટલા સ્ટ્રેસ સાથે આટલી મહેનત કરી રહ્યા છો તેના પર પણ થોડું ધ્યાન આપવું જોઈએ જેથી કરીને તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકો અને તે પણ સારા સ્વાસ્થ્ય સાથે 
 
- સવારે વહેલા ઉઠીને ઓફિસ કે કામ પર જવાને કારણે શરીર પર ધ્યાન ન આપી શકો તો વાંધો નથી. ઘરે આવ્યા પછી, રાત તમારી છે. તેથી સાંજે  તમારા માટે અને તમારા શરીર માટે પણ થોડો સમય અને ધ્યાન આપો.
- સાંજે ના કરો આ કામ- અહીં અમે શરીર પર ધ્યાન આપવા માટે કેટલીક વાતો  કરવાની સલાહ નથી આપી રહ્યા, તમે એવુ ન સમજો ખાવા માટે સમય નથી મળતો અને અમે એક બીજું એક નવું કામ કહી રહ્યા છીએ, તેના બદલે અમે અહીં તમને કેટલાક ટિપ્સ આપી રહ્યા છીએ.  
- સમયસર ભોજન લો. સૂવાના સમયે ઓછામાં ઓછા બે કલાક પહેલાં ખોરાક લો. ફક્ત ઘરે બનાવેલ ખોરાક ખાવાનો પ્રયાસ કરો. મોડી રાતે જમવાને કારણે એકાગ્રતા બગડે છે, કોલેસ્ટ્રોલ અને સુગર પર પણ અસર થાય છે.
- રાત્રે ભરપેટ ભોજન ન કરવુ  જો તમે રોજ ત્રણ રોટલી ખાઓ છો તો સાંજે બે જ રોટલી ખાઓ. રોટલીનું પ્રમાણ ઘટાડીને શાકભાજી કે સલાડ વધુ  લો.
-  રાત્રનુ ભોજન હલકું અને સરળતાથી સુપાચ્ય હોવું જોઈએ. ઉચ્ચ ચરબી અને પ્રોટીનવાળો ખોરાક પચવામાં લાંબો સમય લે છે અને તેની અસર આપણી ઊંઘ પર પડે છે.
- વધુ મસાલેદાર ખોરાક ખાવાથી પણ રાત્રે શરીરમાં પિત્ત વધી જાય છે. આ પ્રકારનો ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
- ઓછા મસાલા સાથે હળવો ખોરાક લો. અઠવાડિયામાં બે વાર ખીચડી કે દલિયા ખાવ તેનાથી પેટ નરમ રહેશે.
-  ભોજન કરતી વખતે મોબાઈલ અને ટીવીથી દૂર રહો જેથી ધ્યાન ખાવા પર જ રહે. સ્વાદ સાથે ખોરાક ખાવાથી શરીરને ખોરાકની અનુભૂતિ થાય છે.
-  સાંજે ચા-કોફી કે સિગારેટ-દારૂથી દૂર રહો. આ વસ્તુઓ વધુ એનર્જી ઉત્પન્ન કરે છે અને રાત્રે શરીરને  વધારે એનર્જીની જરૂર પડતી નથી.
-  જમ્યા પછી થોડો સમય વોક માટે કાઢો. જો વધુ નહીં તો ઓછામાં ઓછી 20 મિનિટ ચાલો.
-  સૂવાના અડધા કલાક પહેલા ગરમ દૂધ પીવો. સૂતા પહેલા હાથ, પગ અને મોં કુણા પાણીથી ધોઈ લો. તેનાથી સારી ઊંઘ આવે છે.
- સૂવાનો સમય નક્કી કરો અને સમયસર સૂવાનો પ્રયાસ કરો. વહેલું સૂવું અને વહેલું ઉઠવું એ સારા સ્વાસ્થ્યની નિશાની છે.