શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 25 નવેમ્બર 2016 (11:18 IST)

માથાનો દુ:ખાવો દૂર કરવા પીવો ફક્ત આ જ્યુસ

ભાગદોડ ભરેલી જીંદગીમાં આજે મોટાભાગના લોકો માથાના દુખાવાથી પરેશાન રહે છે. અચાનક માથામા દુખાવો થવો કોઈ મોટી બીમારીના સંકેત પણ હોઈ શકે છે.  જો સમય રહેતા તેની સારવાર ન કરવામાં આવી તો તેનાથી અનેક પ્રકારનુ નુકશાન થઈ શકે છે. તેથી માથાનો દુ:ખાવો થતા તરત જ ડોક્ટરની સલાહ લો. તમે તમારા ઘરમાં કોઈપણ તરીકો અપનાવીને માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો. આજે અમે તમારા માથાના દુખાવાથી રાહત અપાવતુ હોમમેડ જ્યુસ બનાવવા વિશે બતાવીશુ. જેની મદદથી તમે સહેલાઈથી રાહત મેળવી શકો છો. 
 
માથાના દુખાવાનુ કારણ 
માથાનો દુખાવો અનેક કારણોથી થઈ શકે છે. આજે અમે તમને કંઈક એવા કારણો બતાવીશુ જે તમારા માથાના દુ:ખાવા માટે જવાબદાર હોઈ શકે છે.  
-કોલ્ડ અને ફ્લૂ 
- થાક 
- પોષક તત્વોની કમી 
- તણાવ 
- કમ્પ્યુર પર મોડા સુધી કામ કરવુ 
- હાઈપરટેંશન 
 
જ્યુસ બનાવવાની સામગ્રી - 
1/2 કપ લીંબૂનો રસ 
- 1 ચમચી મધ 
- 2 ટીપા લવેંડર ઓઈલ 
 
બનાવવાની રીત - આ બધી વસ્તુઓને 1 કપમાં મિક્સ કરી લો. બસ તમારુ જ્યુસ તૈયાર છે. તેને પીવાથી ખૂબ આરામ મળે છે. આ જ્યુસમાં વિટામીન સી અને એંટીઓક્સીડેંટ હોય છે જે માથાના દુ:ખાવાને કંટ્રોલ કરે છે.