શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 12 મે 2016 (17:34 IST)

શુ ગર્ભાવસ્થામાં પપૈયુ ખાવુ હાનિકારક છે ?

જ્યારે પણ તમે ગર્ભવતી(પ્રેગનેંટ)  થાવ છો તો એ દરમિયાન તમને કોઈપણ વસ્તુ ખાતા પહેલા બે વાર વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે. એવુ એ માટે કારણ કે તમારી અંદર એક વધુ જીવ ઉછરી રહ્યો છે.  તેથી તમારે ખૂબ સતર્ક રહેવુ પડે છે. પ્રેગનેંસી ડાયેટ એવુ હોય છે જેમા કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી હોય છે જ્યારે કે કેટલીક વસ્તુઓથી દૂર રહેવુ પણ જરૂરી હોય છે. 
 
ડોક્ટરો અને જૂના જમાનાની દાઈઓ મુજબ પપૈયુ એક એવુ ફળ છે જેને ગર્ભવસ્થામાં ન ખાવુ જોઈએ. એવુ માનવામાં આવે છે કે આ ફળ પ્રાકૃતિક ગર્ભપાત કરાવી શકે છે. શુ પ્રેગનેંસી સમયે પપૈયુ ખાવુ ખતરનાક છે ? ચાલો જાણીએ 
 
1. પાકુ પપૈયુ - અનેક ડોક્ટરોનુ માનવુ છે કે ગર્ભાવસ્થા દરમિયાન પાકું પપૈયુ ખાવુ સેફ છે. પાકેલા પપૈયામાં વિટામિન એ ને બી, બીટા-કૈરોટિન અને પોટેશિયમ જોવા મળે છે. જે કે શરીરની જરૂરિયાત છે. જેને ખાવાથી પાચન તંત્ર પણ સારી રીતે કાર્ય કરે છે.  બ્રિટિશ જનરલ ઓફ ન્યૂટ્રિશન રિપોર્ટ મુજબ કાચુ પપૈયુ ખાવુ નુકસાનદાયક હોઈ શકે છે.  કારણ કે આ લીસા પદાર્થમાં પેપ્સિન જોવા મળે છે. જેનાથી યૂટ્રસ સંકોચાય જાય છે.   જેનાથી મિસકેરેજ થઈ શકે છે.  કારણ કે આ લિસા પદાર્થમાં પેપ્સિન જોવા મળે છે જે યૂટ્રસમાં સંકુચન પેદા કરે છે. જેનાથી મિસકેરેજ થાય છે. 
 
2. કાચા પપૈયાની સમસ્યા - આને ખાવુ મા માટે ખતરનાક હોઈ શકે છે. કારણ કે તેમા પેપ્સિન તો હોય જ છે સાથે જ તેમા પપાઈન નામનો પદાર્થ પણ હોય છે. જેનાથી ગર્ભમાં શિશુની ગ્રોથ અને ડેવલોપમેંટ રોકાય જાય છે. જો કે અહી પપાઈન પાકેલા પપૈયામાં હોવાથી પાચન તંત્ર સારુ  બન્યુ રહે છે. જો મહિલાને ભવિષ્યમાં અનેકવાર ગર્ભપાત થઈ ચુક્યો છે  તો તેણે પપૈયુ ખાવાથી બચવુ જોઈએ. 
 
3. ગર્ભપાત - એ મહિલાઓ જે હાલ મા નથી બનવા માંગતી તેઓ કાચા પપૈયાનુ સેવન કરે છે. પપૈયામાં ઓઈડિમા નામનો ચિકણો પદાર્થ જોવા મળે છે. જે ગર્ભનાળને ક્ષતિગ્રસ્ત કરી લોહીનો સ્ત્રાવ કરે છે. જો તેને ગર્ભાવસ્થાના શરૂઆતમાં ખાવામાં આવે તો ગર્ભપાત થઈ જાય છે અને જો કાચુ પપૈયુ ગર્ભાવસ્થાના અંતિમ ચરણમાં ખાવામાં આવે તો જલ્દી જ લેબર પેન શરૂ થઈ જશે. (પ્રી મેચ્યોર ડિલીવરી) 
 
4. એલર્જી - અનેક મહિલાઓને પપૈયુ ખાવાથી એલર્જી થઈ જાય છે. જો મહિલાને પપૈયામાં રહેલ લેટેક્ટ નામના પદાર્થથી એલર્જી છે તો તેને પપૈયુ હજમ નહી થાય. ગર્ભાવસ્થામાં કાચુ અને પાકુ પપૈયુ ખાવુ એક ખૂબ જ મોટો મુદ્દો બનેલો છે. પણ જો તમે બીજાની કહેલી વાતો પર બિલકુલ પણ ન ખાશો. સારુ રહેશે કે તમે પપૈયાને ખાતા પહેલા કોઈ એક્સપર્ટ ડોક્ટરની સલાહ લો. કારણ કે પપૈયામાં ઘણા બધા ગુણો પણ જોવા મળે છે.