શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 27 મે 2016 (15:30 IST)

માઈગ્રેનના દુ:ખાવામાંથી તરત જ આરામ મેળવો

માઈગ્રેનની પરેશાની હાલ લોકોમાં સમાન્ય જોવા મળી રહી છે. આ કોઈપણ વયના વ્યક્તિને થઈ શકે છે. અચાનક જ માથાના અડધા ભાગમાં જોરદાર દુખાવો શરૂ થઈ જાય છે. જે સતત અનેક કલાકો સુધી કાયમ રહે છે. તેનો દુ:ખાવો ખૂબ તકલીફદાયક હોઈ શકે છે.  એક તૃતીયાંશ લોકોને ઑરા દ્વારા તેનો પૂર્વાભાસ થઈ જાય છે. જેનાથી ગતિ ઉભી કરનારી નસોમાં અવરોધ આવી જાય છે. જેનાથી એ સંકેત મળે છે કે ટૂંક સમયમાં જ માથાનો દુખાવો થવાનો છે.  માઈગ્રેનની પરેશાની માનસિક તણાવ, લાંબા સમય સુધી આંખો ટકાવીને કામ કરવુ મગજમાં રસાયણોનું અસંતુલન જે બદલતા મોસમને કારણે હોઈ શકે છે. 
 
તેના લક્ષણ... 
 
- અડધા માથામાં અચાનક દુ:ખાવો શરૂ થાય છે અને આપમેળે જ ઠીક પણ થઈ જાય છે. 
- તણાવ, બેચેની, ઉલ્ટી થવી 
- ફોનોફોબિયા મતલબ અવાજ પ્રત્યે સંવેદનશીલતા 
 
ઘરેલુ ઉપાયો દ્વારા માઈગ્રેનથી છુટકારો મેળવો 
 
માઈગ્રેનની પરેશાની થતા ડોક્ટર અનેક પ્રકારની દવાઓ આપે છે. પણ સતત દવાઓનુ સેવન કરવાથી શરીર પર ખરાબ અસર પડે છે. શરીરને દવાઓને આદત પડી જાય છે. કેટલાક કારગર ટિપ્સની મદદથી આ દુખાવાથી રાહત મેળવી શકાય છે. 
 
માથાની માલિશ  - મસાજ દવાઓથી વધુ અને જલ્દી અસર કરે છે. માઈગ્રેનનો દુખાવો થતા માથુ, ગરદન અને ખભા પર હળવા હાથે માલિશ કરો.  ધ્યાન રાખો કે જે તેલથી તમે માલિશ  કરી રહ્યા છો તે તીવ્ર સુગંધવાળુ ન હોય. 
 
મધુર અને હળવુ સંગીત - કેટલાક લોકો સંગીત સાંભળીને ફ્રેશ અનુભવે છે. માઈગ્રેનનો દુખાવો થતા ધીમી અને મધુર અવાજમાં સંગીત સાંભળવુ ખૂબ લાભકારી હોય છે. તમારા પસંદગીના ગીતો સાંભળો. તેનાથી માથાનો દુખાવો ઓછો થશે.  અને તમને રાહત મળશે. 
 
અરોમા થેરેપી - આ સહનીય દુખાવાથી રાહત માટે અરોપા થેરેપીનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. લોકો આ થેરેપીને 
 
ખૂબ પસંદ પણ કરી છે. તેમા એક તકનીકના માધ્યમથી હર્બલ તેલોને હવામાં ફેલાવવામાં આવે છે અને પછી વરાળ દ્વારા ચહેરા પર નાખવામાં આવે છે. 
 
ટેંશનથી રહો દૂર - માઈગ્રેન કામનુ વધુ પ્રેશર, ઉંઘ પૂરી ન લેવી અને તણાવને કારણે થાય છે. તેનાથી બચવા માટે તમારા ખાવા પીવાનુ ધ્યાન રાખો અને લાઈફસ્ટાઈલને બદલો. નાસભાગ, ટેંશનથી દૂર રહેવાની કોશિશ કરો. માખણમાં મિશ્રી નાખીને ખાવાથી માઈગ્રેનમાં રાહત મળે છે. 
 
ધીરે ધીરે શ્વાસ લો - ધીરે ધીરે અને લાંબી શ્વાસ લેવાનો પ્રયત્ન કરો. ધીમી ગતિથી શ્વાસ લેતા તમને દુખાવા સાથે થનારી બેચેનીથી પણ રાહત મળશે. 
 
ગરમ કે ઠંડા પાણીથી મસાજ - આ દુખાવામાં કેટલાક લોકોને ગરમ તો કેટલાકને ઠંડા પાણીથી મસાજ કરવાથી આરામ મળે છે. એક ટોવેલને ગરમ પાણીમાં ડુબાડો પછી દુખાવાવાલા ભાગ પર હળવે હળવે ટકોર દો. આ રીતે જે લોકોને ઠંડા પાણીથી રાહત મળે છે તે બરફના ટુકડાનો ઉપયોગ કરે. 
 
લીંબૂના છાલટા - લીંબૂના છાલટાને વાટીને તેનો લેપ તૈયાર કરી લો. આ લેપને માથા પર લગાવો. દુખાવાથી તરત રાહત મળશે. જો આ બધા ટોટકાથી દુખાવામાં રાહત ન મળે તો ડોક્ટર સાથે સંપર્ક કરો. 
 
કાળા મરચા અને ખાંડ - સવારે ઉઠ્યા પછી કાળા મરીને વાટીને તેની થોડી માત્રા ફાંકો અને ત્યારબાદ શરબત પીવો. આ ખૂબ અસરદાર ઈલાજ છે.  તેને દિવસમાં એકવાર જ લેવુ જોઈએ.