સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 19 ડિસેમ્બર 2022 (14:44 IST)

Rajma benefits- રાજમાના ગુણો વજન ઘટાડવામાં મદદરૂ

રાજમા તમારી Health માટે કેમ સારુ છે? 
- વિટામીન બી-12 બટાકા, કેળા, આખા અનાજ, રાજમા, બીજ અને નટ્સમાંથી મળી રહે છે. દરરોજ બે મિગ્રા. વિટામીન બી-12 શરીર માટે જરૂરી છે. આ વિટામીન શરીર અને મસ્તિષ્કના હાર્મોંસ અને રસાયણના સ્ત્રાવમાં મદદ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ગર્ભાવસ્થામાં સવાર સવારમાં થતી ઉલ્ટીઓથી છુટકારો મળે છે. યાદશક્તિની મુશ્કેલી દૂર થાય છે અને હૃદયનું સ્વાસ્થ્ય વધે છે.
 
- વિટામીન ડી દૂધ, ફળનો રસ, સોયાબીનનું દૂધ, દાળ અને સવારના કુમળા તડકામાંથી મળે છે. ગર્ભવતી મહિલાઓ 200 આઈ યુથી વધારે, સ્તનપાન કરાવનારી મહિલાઓ 600-800 આઈ યુ અને 19-50 વર્ષની મહિલાઓએ 200 આઈ યુ વિટામીન-ડી લેવું જોઈએ. આ વિટામીનને લીધે હાડકા મજબુત થાય છે અને અસ્થિક્ષરણથી પણ બચાવ થાય છે. કોલોન, કેંસર, સાંધાનો દુ:ખાવો, મલ્ટીપલ વગેરે બિમારીઓથી પણ રક્ષા થાય છે.
 
ફોલીક એસીડ લીલા પાંદડાવાળી ભાજી, સંતરા, અંકુરિત ઘઉં, રાજમા, અનાજ વગેરેમાં મળી આવે છે. ફોલીક એસીડ શરીરની અંદર કોશિકાઓમાં વધારો કરે છે. શરીરની અંદર લોહીની પુર્તિ કરે છે. હાઈ બ્લડપ્રેશર, હૃદય રોગ, ડિપ્રેશન, કેંસર, નબળી યાદશક્તિ, પાચન ક્રિયામાં ગડબડ વગેરે જેવા રોગોથી ફોલીક એસિડ રક્ષા કરે છે. ગર્ભવતી મહિલાઓ આનું નિયમિત રૂપે સેવન કરે અને સ્તનપાન કરાવતી મહિલાઓ તેમજ સામાન્ય મહિલાઓ પણ ફોલીક એસિડ યુક્ત આહાર નિયમિત રૂપે લેવો જોઈએ. મહિલાઓ માટે આ ખુબ જ જરૂરી છે.
 
- વિટામીન-કે લીલા પાંદડવાળી શાકભાજીમાંથી મળી રહે છે. રોજ આનું સેવન કરવાથી આની પૂર્તિ થઈ જાય છે. વિટામીન કે હાડકાને લગતી મુશ્કેલીઓથી છુટકારો અપાવે છે. માસિક ધર્મના સમયે લોહીના ગઠ્ઠા થઈ જાય છે તેને બનતાં રોકે છે. હૃદય રોગ થવા નથી દેતું.
 
રાજમા તમારી Health માટે કેમ સારુ છે? 
રાજમા ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે.
રાજમા પોષક તત્વોથી ભરપૂર છે.
તેમાં ફાઈબર મળી આવે છે.
રાજમા પાચનતંત્રને મજબૂત બનાવે છે.
રાજમા કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો અપાવવાનું કામ કરે છે.
રાજમામાં આયરન, કોપર, ફોલેટ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન-સી જેવા પોષક તત્વો મળી આવે છે.
રાજમાના ગુણો વજન ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે.
રાજમા ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. 
તેમાં હાજર મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને સ્થિર રાખે છે.
રાજમાનું સેવન કરવાથી હૃદયની બીમારીઓ ઓછી થાય છે.
કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક પોષક તત્વો રાજમામાં જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.