1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (08:09 IST)

સવારે ખાલી પેટ દોડવું Health માટે ફાયદાકારક કે નુકસાનકારક, જાણો શું કહે છે Experts ?

આજની બગડતી લાઈફસ્ટાઈલમાં  લોકો ખુદને સ્વસ્થ અને ફિટ રાખવા માટે વર્કઆઉટ કરવાની એક પણ તક છોડતા નથી. લોકો સમય કાઢીને દોડવાનું અથવા ઝડપથી ચાલવાનું પસંદ કરે છે. દોડવાથી આપણા શરીરનું બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે ઘટે છે જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. દોડવાથી ફક્ત તમારું વજન જ ઓછું નથી થતું  પણ આપણી ઈમ્યુનીટી અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો સવારે ખાલી પેટ દોડે છે, જ્યારે કેટલાક લોકો  થોડું ઘણું કંઈક ખાધા પછી દોડવું પસંદ કરે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે કેવી રીતે દોડવું સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી છે, તો ચાલો આજે જાણીએ કે સવારે ખાલી પેટ દોડવું સ્વાસ્થ્ય માટે લાભકારી છે કે હાનિકારક?
 
ખાલી પેટ દોડવાના ફાયદા  
 
- વજન ઘટશે -  જો તમારા શરીરને વધેલા વજને જકડી રાખ્યું છે તો  સવારે કંઈપણ ખાધા-પીધા વગર દોડવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
 
- દિલ રહે છે સ્વસ્થ  જો તમે હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું કરવા માંગતા હોય તો દરરોજ 10 થી 15 મિનિટ દોડો. દોડવાથી આપણું હૃદય વધુ સક્રિય બને છે અને બ્લડ સર્કુલેશન  સુધરે છે.
 
- પાચન સુધરે છે: ખાલી પેટ દોડવાથી પાચનતંત્ર મજબૂત બને છે. આનાથી તમારી પાચન સબધી સમસ્યા જેવી આંતરડામાં ખેંચાણ, ઉબકા, ઉલટી અને ઝાડા  નો કરવો પડતો નથી.
 
- આવે છે સારી ઊંઘઃ જે લોકો સવારે દોડે છે તેમને સારી ઊંઘ આવે છે. જો તમે પણ રાત્રે પથારીમાં પડખા ફેરવો છો તો આજથી જ આ આદત અપનાવો.
 
ખાલી પેટ દોડવાના નુકશાન - 
 
 જલ્દી લાગશે થાક -  ખાલી પેટ દોડવાથી તમે થાકી શકો છો. ઉલ્લેખનીય છે કે જ્યારે તમે ખાલી પેટ પર દોડો છો તો આવામાં તમારું શરીર ફેટને એનર્જીમાં બદલે છે. પણ શરીર આવું લાંબો સમય સુધી નથી કરી શકતું અને આવી સ્થિતિમાં તમે થાક અનુભવો છો. 
 
વાગવાનો ભય - જેવી તમારા શરીરની એનર્જી ઓછી થાય છે તો તમે થાક અનુભવો છો. જેનાથી તમને વાગવાની શકયતા વધી જાય છે