મંગળવાર, 29 એપ્રિલ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 25 જાન્યુઆરી 2023 (12:35 IST)

Skin Porblem - દાદ ખાજ ખૂજલીથી છો પરેશાન, તો લગાવો લીમડાનુ તેલ મળશે રાહત, આ રીતે કરો ઉપયોગ

દાદ, ખાજ અને ખંજવાળથી સ્કિનથી જોડાયેલ એક સમસ્યા છે. જો આ એક વાર થઈ જાય તો જલ્દી ખતમ થવાનુ નામ નથી લેતી.  ઉલ્લેખનીય છે કે આ એક પ્રકારનુ સ્કિન ઈફેક્શન છે. જે ખૂબ સહેલાઈથી લોકો વચ્ચે ફેલાય જાય છે. સ્કિન પર પડેલા લાલ ચકતાને કારણે લોકો મોટેભાગે શરમ અનુભવે છે.  દાદ-ખંજવાળ જેવી સ્કિન સંબંધી સમસ્યા લિવર, કિડની, ફેફસા, ઓક્સીજનનુ ઓછુ મળવુ, પિત્ત વધવુ, પાણી ઓછુ પીવુ, પરસેવો આવવો અને સ્ટ્રેસ હાર્મોસને કારણે થાય છે. દાદની આ સમસ્યા તમને શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે.  આવામાં તેનાથી છુટકારો મેળવવા માટે તમે ઔષધીય ગુણોથી ભરપૂર લીમડાનો ઉપયોગ કરી શકો છો. લીમડાના તેલમાં એંટી ફંગલ ગુણ હોય છે. જે તેને જડથી ખતમ કરી શકે છે. લીમડાના તેલથી દાદની સમસ્યાને હટાવી શકાય છે.  તેના નિયમિત ઉપયોગથી ફંગલ ઈંફેક્શન ઓછુ થવા માંડે છે. 
 
આયુર્વેદમાં લીમડાનો ઉપયોગ ખૂબ જ લાભકારી બતાવ્યો છે. લીમડાના પાન, તેના છાલ કોઈને કોઈ બીમારીમાં કામ આવી જાય છે. તેમા એંટી બૈક્ટેરિયલ અને એંટી સેપ્ટિક ગુણ હોય છે. જેને કારણે અનેક સ્કિન કેયર પ્રોડક્ટ અને હેયર કેયર પ્રોડક્ટમાં ઉપયોગ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે લીમડામાં એંટીહિસ્ટામાઈન નામની પ્રોપર્ટી જોવા મળે છે.  જે તમારી સ્કિન પરથી દાદ, ખાજ અને ખંજવાળને હટાવવામાં ખૂબ જ અસરકારક છે. 
 
આ રીતે બનાવો લીમડાનુ તેલ 
 
લીમડાના તાજા પાન એક વાડકામાં લો અને તેનુ પેસ્ટ બનાવી લો. આ પાન સાથે નારિયળનુ તેલ મિક્સ કરો. નારિયળ તેલ પણ હેલ્ધી સ્કિન માટે ખૂબ જ લાભકારી છે. ત્યારબાદ તમને જેટલુ તેલ બનાવવુ હોય તેમા તેટલુ તેલ નાખી દો. હવે આ તેલને ધીમા તાપ પર થોડીવાર પકાવી લો.  જ્યારે તેલ ઉકળવા માંડે ત્યારે તેને ગેસ પરથી ઉતારીને ગાળી લો. જ્યા તમને દાદ થયા છે ત્યા આ તેલ લગાવો. 
 
લીમડો અને એલોવેરાથી પણ દાદ ઘટશે 
 
લીમડો અને એલોવેરામાં એંટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે બેક્ટેરિયાને સહેલાઈથી ખતમ કરે છે. આવામાં દાદની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લીમડાના પાનની પેસ્ટમાં થોડુ એલોવેરા નાખીને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેને દાદ પર લગાવીને હલકા હાથે માલિશ કરી લો. થોડા દિવસમાં જ તમને રાહત મળી જશે.