ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

આ છે ચોમાસાના 6 સુપર ફુડ, તેનાથી તન મન થાય છે સ્ટ્રોન્ગ

લીંબૂ પાણી પણ ચોમાસાની બીમારીઓને દૂર રાખે છે. એક ટાઈમ લીંબૂ પાણી પીવાથી પેટને આરામ મળે છે.  તેનાથી પાચન શક્તિ પણ વધે છે. 

ટામેટામાં રહેલા લાઈકોપીન અને બીટા કેરોટીન બોડીની રોગ પ્રતિરોધક શક્તિને વધારે છે. જે ચોમાસા દરમિયાન શરદીથી બચાવ માટે સુરક્ષા કવચનુ કામ કરે છે. આ ઉપરાંત ચોમાસામાં નિયમિત રૂપે ટામેટાનુ સૂપ પીવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે. આ શરીરમાંથી ઝેરીલા પદાર્થોને ખૂબ જ પ્રભાવી રીતે બહાર કરીને પાચન શક્તિને વધારે છે.  અપચો, કબજિયાત અને ઝાડા જેવી સ્થિતિમાં આનુ સેવન ફાયદાકારી રહે છે. આ હાર્ટ માટે પણ ફાયદાકારી છે. 
 
માનસૂન પ્રકૃતિને જવાન કરી દે છે. પણ પોતાની સાથે હેલ્થ સાઈડ ઈફેક્ટ પણ લઈને આવે છે. વરસાદમાં લેજીનેસ સાથે જોઈટ્સમાં જકડન અને મસલ્સમાં થાક જેવી પ્રોબલેમ્બ જોવા મળે છે. સાથે જ ઈંફેક્શનનો પણ ખતરો રહે છે. આવામાં આ ઋતુમાં હેલ્થ પર વધુ ધ્યાન આપવુ જોઈએ. આ માટે મોસમના અનુકૂળ ફુડ પસંદ કરો.  એવા ફુડને તમારા ડાયેટમાં શામેલ કરો જે ઋતુને અનુકૂળ હોવા ઉપરાંત તે માનસૂનના સાઈડ ઈફેક્ટ્સને પણ કંટ્રોલ કરી શકે. આ છે આવા જ કેટલાક માનસૂન સુપર ફુડ્સ.. 
 
વરસાદની ઋતુ સાથે જ જોઈંટ્સમાં સ્ટિફનેસની પરેશાની જોવા મળે છે. તેનાથી છુટકારો મેળવવા માટે ગાયના ઘી ને પ્રિફર કરવુ જોઈએ. વર્કઆઉટના બે કલાક પહેલા અડધી ચમચી ઘી ખાવ. તેનાથી માત્ર હાંડકા જ નહી પણ માંસપેશીયોમાં પણ મજબૂતી બની રહેશે. સામાન્ય રીતે લોકો વિચારે છે કે ચોમાસામાં દહી ન ખાવુ જોઈએ. તેનાથી હાડકાની પરેશાની વધે છે. પણ બીજી તરફ આ ઋતુમાં દહી સૌથી સારુ પાચક તત્વ માનવામાં આવે છે. તેનાથી પેટના ઈંફેક્શનથી બચી શકાય છે. દહી ફ્રેંડલી બેક્ટેરિયાને ડેવલોપ કરે છે. જેનાથી શરીરની ઈમ્યૂનિટી વધે છે.  
કોફી આ ઋતુમાં ફાયદાકારી રહે છે. આ એનર્જી બૂસ્ટરની જેમ કામ કરે છે. આ શરીરનો થાક જ નથી ઉતારતી પણ માઈંડને પણ ફ્રેશ કરે છે. તેમા જોવા મળનારુ કૈફીન બોડીની લેજીનેસને દૂર કરે છે અને માઈંડને એલર્ટ બનાવે છે. વિશેષજ્ઞો મુજબ કોફી એક નેચરલ પદાર્થ છે.  તેનો સંયમિત થઈને ઉપયોગ કરશો તો આ યુઝફૂલ સાબિત થાય છે. 
 
 
માનસૂનમાં બદામ પણ ખૂબ ફાયદાકારી રહે છે. તેમ ફાઈબર્સ હોય છે. જે પાચન ક્રિયાને મજબૂત બનાવે છે. સાથે જ તેના સેવનથી બોડીમાં તાકત આવે છે. મસલ્સ ટિશૂ મૈટેન રહે છે અને બ્લડ શુગર પણ સ્ટેબલ રહે છે. નિયમિત રૂપે બદામનુ સેવન મગજને સ્વસ્થ રાખે છે.