શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 7 ફેબ્રુઆરી 2016 (11:38 IST)

ખાંડનું વધારે સેવન મગજ માટે સંકટ બની શકે છે

ખોરાકમાં જો તમે ગળ્યુ વધારે લો છો તો આ તમારા મગજ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. 
 
વધારે ખાંડના સેવનથી જાડાપણું વધે છે. જ્યારે અવસાદ તણાવ જેવા રોગોનો ખતરો પણ વધે છે. 
 
શુગરમાં રહેલ ફ્ર્કટોસ માનસિક સ્વાસ્થ્ય માટે નુકશાનકારક  છે. 
 
વૈજ્ઞાનિકોનું  માનવું છે કે ખાંડના  વધારે સેવનથી મગજના તણાવને લઈને પ્રતિક્રિયા પ્રભાવિત થઈ શકે છે. 
 
પહેલાં પણ શોધમાં ફ્રકટોસની અતિપણાથી  હાઈપરટેંશન ,હાર્ટ અટૈક કિડની ડેમેજ ડાયબિટીજ અને ડિઁએશિયા જેવા રોગોની આશંકા જાહેર થઈ છે આ શોધમાં શોધકર્તાઓએ  એનો સંબંધ આપણા વ્યવહારમાં સ્થાપિત કરેલ છે. 
 
શોધકર્તાનું માનવું છે કે ફ્ર્કટોસની  માનસિક સ્વાસ્થ્ય પર સૌથી વધારે અસર કિશોરાવથાના સમયે પડે છે.