સોમવાર, 18 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (06:48 IST)

હાઈ કોલેસ્ટ્રોલમાં શું છે લાભકારી, ખાંડ કે ગોળ? જાણો બેમાંથી શું છે હેલ્ધી ઓપ્શન

Sugar or Jaggery
Sugar or Jaggery
 
જ્યારે પણ આપણને કંઈક ગળ્યું ખાવાનું મન થાય છે ત્યારે આપણે ક્રેવીંગને સંતોષવા કંઈપણ વિચાર્યા વગર મીઠી વસ્તુઓનું સેવન કરીએ છીએ. મીઠાઈ ખાવાથી સેક્સ હોર્મોન બહાર આવે છે જે આપણને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. પરંતુ શું તમે કોલેસ્ટ્રોલ વધુ હોવા છતાં ખાંડમાંથી બનેલી મીઠી વસ્તુઓનું સેવન કરી શકો છો? શું તમે ક્યારેય વિચાર્યું છે કે હાઈ કોલેસ્ટ્રોલ હોય તો ગળ્યું ખાવાની લાલસાને દૂર કરવા માટે ખાંડ કે ગોળ ખાવો જોઈએ? ચાલો જાણીએ કે હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે કયો વિકલ્પ વધુ યોગ્ય છે? 
 
કોલેસ્ટ્રોલ માટે ખાંડ કે ગોળ શું ખાવું?
ખાંડ અને ગોળ બંનેનો ઉપયોગ મીઠાશ માટે થાય છે. પરંતુ એક્સપર્ટસ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખાંડને બદલે ગોળ ખાવાની સલાહ આપે છે. જો કે બંને એક જ વસ્તુમાંથી બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમને બનાવવાનો પ્રોસેસ અલગ છે. એક તરફ, ખાંડને શુદ્ધ કરીને બનાવવામાં આવે છે, જ્યારે ગોળમાં નેચરલ શુગર હોય છે. વધુ પડતી ખાંડનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે, તેનાથી સુગર, બ્લડ પ્રેશર અને હાર્ટ  સંબંધિત અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. જ્યારે તમે ગોળનું સેવન સીમિત માત્રામાં  કરો છો તો તેનાથી તમને કોઈ નુકસાન નહિ થાય. 
 
હાઈ કોલેસ્ટ્રોલમાં ખાંડ ખાવાથી શું થાય?
 ખાંડ ખાવાથી મનને શાંતિ અને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. ખાંડના સેવનથી શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ વધે છે. તેમાં રહેલી મીઠાશ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ સંબંધિત બીમારીઓ અને  વધતા વજનની સમસ્યાઓને ઝડપથી વધારી દે છે. તેથી, જો તમારું કોલેસ્ટ્રોલ હાઈ હોય અને તમને મીઠાઈ ખાવાનું મન થાય તો ખાંડને બદલે ગોળનું સેવન કરો.
 
હાઈ કોલેસ્ટ્રોલમાં ગોળના ફાયદા
ગોળના પોષક તત્વો કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તમારે મીઠાઈ તરીકે સફરજન અને નાસપતી જેવા ફળોનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલા પોષક તત્વો કોલેસ્ટ્રોલને વધવા દેતા નથી અને તેનું સેવન કરવાથી પાચનતંત્રમાં પણ સુધારો થાય છે.