શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 19 મે 2022 (15:14 IST)

ઉનાળામાં ખાવા-પીવાની બાબતોમાં રાખો આ ખાસ ધ્યાન

summer tips

Summer Health Tips - શિયાળામાં ઘી, તેલ, મરી મસાલાવાળી વાનગીઓ ઝડપથી પચી જાય છે. જ્યારે ઉનાળામાં તે શક્ય બનતું નથી. તેથી જ શિયાળામાં ચા-કૉફી પીવાની મજા પડે છે. જ્યારે ઉનાળામાં ઠંડા શરબત, છાસ, ઠંડું દૂધ કે જ્યૂસ પીવાથી રાહત અનુભવાય છે.

 
ગરમીમાં દહીંનો ઉપયોગ વધારવાથી શરીરને ઠંડક મળી રહે છે.
 
વધારે પડતા મસાલાનો ઉપયોગ સ્વાસ્થ્યને બગાડે છે.
 
નરણાં કોઠે એક ગ્લાસ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.પાચનશક્તિ સુધરે છે. પેટની ગરમી દૂર થાય છે.
 
ભોજનમાં આમળાની ચટણી જેમાં મરી, જીરું, સીંધવ, ફુદીનો અને ખાંડનો ઉપયોગ કરીને ચટણી બનાવો.
 
ફુદીનો, કાંદો, કાચી કેરી, આમલીનો ઉપયોગ આ મોસમમાં જરૂર કરવો. ડુંગળી પિત્તનાશક અને કફ નિવારક ગણાય છે. ડુંગળીના ઉપયોગથી ગરમીમાં લૂ લાગવાનો ડર રહેતો નથી.
 
કાકડી, તરબૂચ, સક્કરટેટી, મોસંબી, નારંગી, શેરડીનો રસ અને કેરીનો ઉપયોગ સપ્રમાણ માત્રામાં કરવો.
 
સાંજના સમયે હળવું ભોજન લેવું.
 
પરસેવાની સાથે શરીરમાં રહેલ મીઠું બહાર નીકળી જાય છે. શરીરમાં મીઠાની ઊણપને દૂર કરવા સપ્રમાણ માત્રામાં લીંબુના શરબતમાં કે દહીંમાં મીઠાનો ઉપયોગ કરવો.
 
ગરમીમાં તાજો ખોરાક અને શરીરની સ્વચ્છતા અગત્યની છે. દિવસમાં ઓછામાં ઓછું બે વખત સ્નાન કરવું આવશ્યક છે.