બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 20 મે 2017 (22:00 IST)

Health Tips - જો તમે પણ ખાલી પેટ TEA પીતા હોય તો થઈ જાવ સાવધાન

ચા ની ચુસ્કી લેવી બધાને પસંદ હોય છે. અનેક લોકોના દિવસની શરૂઆત ચા ના વગર અધૂરી રહે છે. એક દિવસ ચા ન પીઓ તો માથામા દુખાવો થવો લાગે છે. ચા પીવાથી કોઈ નુકશાન તો નથી થતુ પણ ખાલી પેટ તેનુ સેવન્ન કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ જાય છે.  ખાસ કરીને ગરમીની ઋતુમાં બૈડ ટી પીવાથી શરીરને અનેક નુકશાન થાય છે. આવો જાણીએ ખાલી પેટ ચા પીવાથી શરીરને શુ સમસ્યાઓ થાય છે. 
 
1. મોટાપા - ખાલી પેટ ચા પીવાથી તેમા ભેળવેલ ખાંડ પણ શરીરની અંદર જાય છે. જેનાથી વજન વધવા માંડે છે અને જાડાપણાની સમસ્યસ થઈ જાય છે. 
 
2. સાંધામાં દુ:ખાવો - ચા નુ સેવનથી હાંડકામાં દુખાવો થવા માંડે છે અને દાંતમાં પણ પીળાશ આવી જાય છે. 
 
3. તનાવ - ચા માં કોફી માત્રમાં કૈફિન થાય છે જે મગજને ઉત્તેજીત કરવાનુ કામ કરે છે. ખાલી પેટ કે અધિક ચા પીવાથી તનાવ અને અવસાદ જેવી સમસ્યા થઈ જાય છે. 
 
4. અલ્સર - અનેક લોકો વધુ સ્ટ્રોંગ ચા પીવી પસંદ કરે છે. પણ સવારના સમયે તેને પીવાથી પેતની અંદરની બાજુએ જખમ થઈ જાય છે.  જે ધીરે ધીરે પેટમાં અલ્સરની સમસ્યા પેદા કરે છે. 
 
5. પાચન શક્તિ - સવારના સમયે મોટાભાગે લોકો ફક્ત ચા પીએ છે અને આ સાથે કશુ ખાતા નથી જેનાથી પેટમાં ગેસની સમસ્યા થઈ જાય છે અને પાચન શક્તિ પણ ખરાબ થઈ જાય છે. 
 
6. થાક - સામાન્ય રીતે કહેવામાં આવે છે કે ચા પીવાથી ચુસ્તી આવે છે પણ સવારના સમયે દૂધવાળી ચા પીવાથી આખો દિવસ થાક કાયમ રહે છે અને સ્વભાવમાં ચિડચિડાપણુ કાયમ રહે છે. 
 
7. હ્રદય - ખાલી પેટ ચા પીવાથી દિલની ઘડકન વધી જાય છે. જેનાથી હ્રદયની બીમારી થવાની શક્યતા કાયમ રહે છે.