શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 22 નવેમ્બર 2016 (10:31 IST)

રિસર્ચ - ઓછી ઉંઘ લેનારાઓને કિડની ફેલ થવાનો ભય સૌથી વધુ

ઓછી ઉંઘ લેનારા કે ઉંઘ ન આવવાથી કિડનીના દર્દીઓની કીડની વ્યવસ્થિત કામ નથી કરી શકતી. આ કારણે મુશ્કેલી વધી જાય છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અમેરિકાના શિકાગોના ઈલિનોઈસ વિશ્વવિદ્યાલયના શોધકરતાઓમાં એક અના રિકાર્ડોએ કહ્યુ ઓછી અને અધૂરી ઉંઘ ક્રોનિક કિડની ડિઝીઝ(સીકેડી)ના સંકટને વધારી દે છે. 
 
તેમણે કહ્યુ, 'અમારી આ શોધથી જાણ થાય છે કે ઉંઘ અને કિડનીની કાર્યપ્રણાલી વચ્ચે સંબંધ છે. આ સીકેડીવાળા વ્યક્તિઓમાં ઉંઘની આદતોમાં સુધાર માટે એક નૈદાનિક પરિક્ષણની જરૂરિયાતને રેખાંકિત કરે છે. 
 
જો કે વધુ પુરાવા છે કે સીકેડીથી પીડિત લોકોમાં ઉંઘ સાથે સંકળાયેલી વિકૃતિઓ સામાન્ય વાત છે. તેના સીકેડી સાથે જોડાયા હોવાના તથ્ય અજ્ઞાત છે. આ શોધમાં પ્રતિભાગીઓએ સરેરાશ 6.5 કલાક પ્રતિ રાત ઉંઘ લીધી. આ દરમિયાન 70 વ્યક્તિઓમાં કિડની ફેલ જોવા મળી અને 48 વ્યક્તિઓના મોત થઈ ગયા. 
 
શોધકર્તાઓએ જોયુ કે રાત્રે વધારાના કલાકની વૃદ્ધિથી 19 ટકા સુધી કિડની ફેલ થવાનુ સંકટ ઓછુ થાય છે. શોધના પ્રકાશન પત્રિકા અમેરિકન સોસાયટી ઑફ નેફ્રોલોજી(એએસએન) કિડની વીક 2016 માં કરવામાં આવ્યુ છે.